News of Friday, 13th March 2026
2028 સુધીમાં દરેક ગ્રામીણ ઘરે નળથી જળ પહોંચાડવાનો નિર્ધાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અપાઈ સૂચના: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જે રીતે રાજ્યોના મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક ગ્રામીણ પરિવાર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલ જળ જીવન મિશન અંતર્ગત એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં વિવિધ રાજ્યોના PHED અને પંચાયતી રાજ વિભાગના મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
બેઠક દરમિયાન જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રાજ્યોમાં ચાલતા નળ જળ કનેક્શનના કામોની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મિશન માત્ર પાણી પહોંચાડવાનું નહીં, પરંતુ ગ્રામીણ જીવનસ્તર સુધારવાનું એક માધ્યમ છે. બેઠકમાં યોજનાઓના અસરકારક સંચાલન અને અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ 2019 ના રોજ શરૂ થયેલ આ અભિયાનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં દરેક ગ્રામીણ ઘરને નળ દ્વારા પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 55 લિટર શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે. હવે આ યોજના જળ જીવન મિશન 2.0 તરીકે આગળ વધી રહી છે, જેનો મુખ્ય ફોકસ પાણી પુરવઠાની સાતત્યતા જાળવી રાખવા અને સ્ત્રોતોના ટકાઉપણા પર છે. આ મિશન દ્વારા છેવાડાના માનવી સુધી સુરક્ષિત પાણી પહોંચાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે પ્રયાસો કરી રહી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
