<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઇરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ અને ડિસ્ફિગર્ડ થયા હોવાનો અમેરિકાનો દાવો

બિન સત્તાવાર અહેવાલ મુજબ તેમનો પગ કાપવો પડ્યો છે અને તેમના લીવર સહિતના ભાગોમાં ભારે નુકસાન થયું

વોશિંગ્ટન: અમેરિકાના સંરક્ષણ સચિવ (ડિફેન્સ સેક્રેટરી) પીટ હેગસેથે મોટો દાવો કર્યો છે કે અમેરિકન અને ઇઝરાયેલી હુમલાઓમાં ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમનો ચહેરો પણ ડિસ્ફિગર્ડ - વિકૃત  થઈ ગયો છે. એક બિન સત્તાવાર અહેવાલ  મુજબ તેમનો પગ કાપવો પડ્યો છે અને તેમના લીવર સહિતના ભાગોમાં ભારે નુકસાન થયું છે
અમેરિકાના સંરક્ષણ સચિવ (ડિફેન્સ સેક્રેટરી) પીટ હેગસેથે શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઇરાનના નવા નિમાયેલા સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) મોજતબા ખામેની તાજેતરમાં થયેલા યુએસ-ઇઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલાઓમાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને સંભવતઃ તેઓ વિકૃત (ડિસફિગર્ડ) થઈ ગયા છે.
પીટ હેગસેથે મોજતબા ખામેનીના તે પ્રથમ નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા, જે ગુરુવારે ઇરાની સરકારી ટેલિવિઝન પર માત્ર લેખિત સ્વરૂપે પ્રસારિત કરવામાં આવ્યું હતું. હેગસેથે પત્રકારોને કહ્યું, "અમે જાણીએ છીએ કે કહેવાતા નવા સર્વોચ્ચ નેતા ઘાયલ અને શરીરે વિકૃત બની ગયા  છે. તેમણે ગઈકાલે એક નબળું નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ન તો તેમનો કોઈ અવાજ હતો ન તો કોઈ વિડિયો હતો. ઇરાન પાસે ઘણા કેમેરા અને વોઇસ રેકોર્ડર છે, તો પછી માત્ર લેખિત નિવેદન જ કેમ? મને લાગે છે કે તમે કારણ જાણો છો." 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેઓ ડરેલા છે, ઘાયલ છે, ભાગી રહ્યા છે અને તેમનામાં નેતૃત્વની કાયદેસરતાનો અભાવ છે."

(11:34 PM IST)