હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વના તણાવને કારણે પ્રવાસ ક્ષેત્રને દરરોજ રૂા. ૫,૫૦૦ કરોડનું નુકસાન
ભારતીય પ્રવાસીઓ હવે થાઈલેન્ડ, મલેશિયા અને જાપાન જેવા દેશો વિશે પૂછપરછ કરી રહ્યા છે : એરલાઇન ભાડામાં વધારો હોવા છતાં ઘણા પ્રવાસીઓ કોચી, પુરી અને આંદામાન ટાપુઓ જેવા સ્થાનિક સ્થળોને પસંદ કરી રહ્યા છે

નવી દિલ્હી તા.૧૪: ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના હુમલા અને મધ્ય પૂર્વમાં ઈરાનના હુમલાને કારણે પ્રવાસન ઉદ્યોગને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC)નો અંદાજ છે કે ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક પ્રવાસ અને પર્યટન ક્ષેત્રને દરરોજ આશરે રૂા.૫,૫૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
ભારતના લગભગ અડધા પ્રવાસીઓ UAE, સાઉદી અરેબિયા, કતાર અને ઓમાન જેવા દેશોની મુલાકાત લે છે. આમાંથી, લગભગ ૪૦% પ્રવાસન માટે જાય છે. ભારતીય પ્રવાસીઓ હવે થાઈલેન્ડ, મલેશિયા અને જાપાન જેવા દેશો વિશે પૂછપરછ કરી રહ્યા છે.
એરલાઇન ભાડામાં વધારો હોવા છતાં, ઘણા પ્રવાસીઓ કોચી, પુરી અને આંદામાન ટાપુઓ જેવા સ્થાનિક સ્થળોને પસંદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક સ્થળો માટેની પૂછપરછમાં લગભગ ૨૦૦%નો વધારો થયો છે.
દિલ્હી સ્થિત ટ્રાવેલ કંપની ટીમવન હોલિડેઝના પ્રવક્તા અનિશા શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં, ગલ્ફ દેશોની મુસાફરી માટે લગભગ ૧૦૦% રદ કરવામાં આવી છે. જો આ વલણ ચાલુ રહેશે, તો ૨૦૨૬ ભારતમાં ઘરેલુ પર્યટન માટે ખૂબ જ મજબૂત વર્ષ સાબિત થઈ શકે છે. પ્રવાસીઓ દેશના નજીકના અને વૈવિધ્યસભર પર્યટન સ્થળોની શોધ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પ્લેટફોર્મ પિક યોરટ્રેઇલના સીઈઓ હરિ ગણપતિના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વ ક્ષેત્ર માટે બુકિગમાં ૬૦% સુધીનો ઘટાડો થયો છે.
મેક માયટ્રિપના સહ-સ્થાપક રાજેશ માગો કહે છે, જો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો લોકો ઘરેલુ સ્થળો અથવા અપ્રભાવિત આંતરરાષ્ટ્રીય સ્થળો તરફ વળી શકે છે.
EaseMyTripના સ્થાપક નિશાંત પિટ્ટી કહે છે, થાઇલેન્ડ, મલેશિયા, માલદીવ અને જાપાન જેવા દેશો માટે બુકિગમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. ઘરેલુ પર્યટન મજબૂત રહ્યું છે.
મધ્ય પૂર્વમાં મુસાફરી કરવા માટે નિર્ધારિત ૧૦,૦૦૦ પ્રવાસીઓએ તેમની યોજનાઓ રદ કરી છે, જેના કારણે ૬૦ કરોડ રૂપિયાના વ્યવસાયને અસર થઈ છે.
મધ્ય પૂર્વ અને યુરોપ ક્ષેત્રમાં વધતા જતા ભૂ-રાજકીય તણાવની અસર હવે મધ્યપ્રદેશના પ્રવાસન ક્ષેત્ર પર પડી રહી છે. દુબઈ અને આસપાસના દેશોના પ્રવાસીઓ માટે બુકિગ પર નોંધપાત્ર અસર પડી છે.
આશરે ૨,૦૦૦ થી ૨,૫૦૦ પ્રવાસીઓએ પહેલાથી જ ફલાઇટ્સ અને પેકેજો બુક કરાવ્યા હતા, જેમના બુકિગ પર સીધી અસર પડી છે. દરમિયાન, આશરે ૭,૦૦૦ થી ૮,૦૦૦ સંભવિત પ્રવાસીઓએ કાં તો કોઈ નવું બુકિગ કરાવ્યું નથી અથવા પરિસ્થિતિને કારણે તેમની પૂછપરછ પાછી ખેંચી લીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
