News of Saturday, 14th March 2026
ઈરાનની રાજધાની તેહરાનમાં ‘અલ-કુદ્સ ડે' રેલીમાં જીવલેણ વિસ્ફોટ
આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછી એક મહિલાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે

તેહરાન,તા.૧૪: શુક્રવારે રમઝાનના છેલ્લા શુક્રવાર નિમિત્તે પેલેસ્ટાઈનના સમર્થનમાં તેહરાનના ફિરદોસી સ્ક્વેર ખાતે વાર્ષિક ‘અલ-કુદ્સ ડે' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકો અમેરિકા અને ઈઝરાયલનો નાશ હો તેવા નારા લગાવી રહ્યા હતા, ત્યારે જ આ વિસ્તારમાં અચાનક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.
આ રેલીમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી, સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની, અને ન્યાયતંત્રના વડા ગુલામહુસૈન મોહસેની એજ્જેઈ સહિતના ટોચના નેતાઓ રસ્તા પર ઉતરીને લોકો વચ્ચે ચાલી રહ્યા હતા.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
