<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

અફઘાનિસ્‍તાનનો પાકિસ્‍તાન પર વળતો પ્રહારઃ પાકિસ્‍તાનના એક પછી એક મહત્‍વપૂર્ણ અને સ્‍ટ્રેટેજિક લોકેશન્‍સ નિશાના પર

નિષ્‍ણાતોના મતે અફઘાનિસ્‍તાન પર હુમલો કરવો પાકિસ્‍તાનને ઘણો ભારે પડી રહ્યો છે

કાબુલ,તા.૧૪: પાકિસ્‍તાન દ્વારા અફઘાનિસ્‍તાન પર કરવામાં આવેલા હુમલાનો અફઘાન દળોએ આકરો જવાબ આપ્‍યો છે. અફઘાનિસ્‍તાન હવે પાકિસ્‍તાનના એક પછી એક મહત્‍વપૂર્ણ અને સ્‍ટ્રેટેજિક લોકેશન્‍સને નિશાન બનાવી રહ્યું છે. આ વળતા પ્રહારથી પાકિસ્‍તાનની મુશ્‍કેલીઓમાં ભારે વધારો થયો છે. સરહદ પર તણાવ એટલો વધી ગયો છે કે પાકિસ્‍તાની દળો માટે રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. નિષ્‍ણાતોના મતે અફઘાનિસ્‍તાન પર હુમલો કરવો પાકિસ્‍તાનને ઘણો ભારે પડી રહ્યો છે. 

(10:15 AM IST)