News of Saturday, 14th March 2026
નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થશેઃ ૧ એપ્રિલથી વાર્ષિક પાસની ફીમાં વધારો
વાર્ષિક ટોલ પાસના નવા દર ફાઇનાન્શિયલ ઇયર ૨૦૨૬-૨૭ માટે લાગુ થશે. આ પાસ ન ફક્ત ખાનગી વાહનો માટે હોય છે, અને તેના માટે વાહનમાં એક્ટિવ ફાસ્ટેગ લાગેલું હોવું જરૂરી છે

નવી દિલ્હી,તા.૧૪: જો આપ આપની કારથી હંમેશાં નેશનલ હાઈવે પર મુસાફરી કરો છો અને વાર્ષિક ટોલ પાસનો ઉપયોગ કરો છો તો આપના ખિસ્સા પર ભાર વધવાનો છે. ૧ એપ્રિલથી નેશનલ હાઈવે પર મળતો વાર્ષિક ટોલ પાસ હવે મોંઘો થવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઇન્ડિયાએ વાર્ષિક ટોલ પાસની કિમતમાં વધારો કરી દીધો છે. હવે ૧ એપ્રિલ ૨૦૨૬થી વાહન ચાલકોને આ પાસ માટે ૩૦૦૦ રૂપિયાની જગ્યાએ ૩૦૭૫ રૂપિયા આપવા પડશે.
વાર્ષિક ટોલ પાસના નવા દર ફાઇનાન્શિયલ ઇયર ૨૦૨૬-૨૭ માટે લાગુ થશે. આ પાસ ન ફક્ત ખાનગી વાહનો માટે હોય છે, અને તેના માટે વાહનમાં એક્ટિવ ફાસ્ટેગ લાગેલું હોવું જરૂરી છે.
વાર્ષિક ટોલ પાસ એક વર્ષ સુધી અથવા ૨૦૦ વાર ટોલ ક્રોસિગ સુધી માન્ય રહેશે એટલે કે, જો કોઈ વાહન ૨૦૦ વાર ટોલ પ્લાઝા પાર કરે છે તો પાસની વેલિડિટી ખતમ થઈ જશે, ભલે એક વર્ષ પૂરું ન થયું હોય.
નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ ટોલ પ્લાઝા અને સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ૧ એપ્રિલ ૨૦૨૬થી નવા દર લાગુ થશે અને તેની જાણકારી યાત્રીઓ અને બીજા સ્ટેકહોલ્ડર્સને આપવામાં આવે. સરકારનું કહેવું છે કે ટોલ સાથે જોડાયેલા દરની દર વર્ષે સમીક્ષા અને સંશોધન કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત આ વખતે વાર્ષિક પાસની કિમતોમાં હળવો વધારો કરવામાં આવ્યો છે.
જે લોકોને રોજ અથવા હંમેશાં નેશનલ હાઈવે પર આવવા-જવાનું છે, તેના માટે આ વાર્ષિક ટોલ પાસ હજુ પણ એક સુવિધાજનક ઓપ્શન માનવામાં આવે છે, કેમ કે, તેનાથી વારંવાર ટોલ ચુકવણીની ઝંઝટ ઓછી થાય છે.
નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરનારા વાહન ચાલકો સરળતાથી વાર્ષિક ટોલ પાસ બનાવી શકે છે. આ સુવિધા એનએચએઆઈ તરફથી આપવામાં આવે છે અને તેના માટે વાહનમાં એક્ટિવ ફાસ્ટેગ હોવું જરૂરી છે. વાહન માલિક NHAI અથવા પોતાના FASTag જાહેર કરનારી બેન્ક/એપના પોર્ટલ પર લોગ ઇન કરી વાર્ષિક પાસ માટે અરજી કરી શકો છો. વાર્ષિક પાસ માટે નિર્ધારિત ફી (૧ એપ્રિલ ૨૦૨૬થી ૩૦૭૫ રૂપિયા) ઓનલાઈન ચુકવણી કરવાની હોય છે. ચુકવણી બાદ વાર્ષિક પાસ આપને FASTagથી લિક થઈ જાય છે અને આપ ટોલ પ્લાઝા પર કોઈ પણ વધારાની ચુકવણી વિના તેનો ઉપયોગ કરી શકો છો
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
