<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ડ્રાયફ્રુટના ભાવમાં લગભગ ૫ ટકા થી ૨૫ ટકા સુધીનો વધારો

ડ્રાયફ્રુટથી ભરેલા અનેક કન્‍ટેનર જહાજો દરિયામાં જ અટવાઈ ગયા છે. જેના કારણે માલ સમયસર ભારત સુધી પહોંચી શકતો નથી

હૈદરાબાદ,તા.૧૪: વધતા યુદ્ધ અને સરહદી તણાવની અસર હવે ભારતના વેપાર ક્ષેત્ર પર પણ દેખાવા લાગી મછે. ખાસ કરીને હૈદરાબાદમાં ડ્રાયફ્રુટના વેપારમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. વાસ્‍તવમાં પુરવઠામાં વિક્ષેપ આવતા બદામ, પિસ્‍તા અને ખજૂર જેવા સૂકા ફળોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

વેપારીઓના જણાવ્‍યા મુજબ છેલ્‍લા કેટલાક દિવસોમાં ડ્રાયફ્રુટના ભાવમાં લગભગ ૫ ટકા થી ૨૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે. સામાન્‍ય રીતે હૈદરાબાદમાં ડ્રાયફ્રુટનો મોટો ભાગ ખાડી દેશો અને મધ્‍યપૂર્વના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. પરંતુ હાલમાં સમુદ્રી માર્ગોમાં અવરોધ સર્જાતા આયાતમાં મુશ્‍કેલી ઉભી થઈ છે.

માહિતી અનુસાર ડ્રાયફ્રુટથી ભરેલા અનેક કન્‍ટેનર જહાજો દરિયામાં જ અટવાઈ ગયા છે. જેના કારણે માલ સમયસર ભારત સુધી પહોંચી શકતો નથી. પુરવઠો ઓછો હોવાથી સ્‍થાનિક બજારમાં અછત સર્જાઈ છે અને તેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

હાલમાં રમઝાનનો મહિનો ચાલી રહ્યો હોવાથી ડ્રાયફ્રુટની માંગ સામાન્‍ય દિવસોની તુલનામાં વધુ રહેતી હોય છે. પરંતુ માંગ વધવા છતાં પૂરતો પુરવઠો ઉપલબ્‍ધ ન હોવાથી વેપારીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વેપારીઓએ જણાવ્‍યું છે કે સમયસર માલ ન મળતા તેમની વેચાણ વ્‍યવસ્‍થા પણ ખોરવાઈ ગઈ છે.

(3:03 PM IST)