<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

લેબનોનના બેરૂતમાં રમાડા હોટેલના એક રૂમને નિશાન બનાવી ઇઝરાયેલની સર્જિકલ સ્ટ્રાઈક: આઈઆરજીસીના કમાન્ડરોનો ખાતમો, ૩ ના મોત

ડાઉનટાઉન બેરૂતની રમાડા હોટલ પર ઇઝરાયેલી વાયુસેનાનો સચોટ ડ્રોન હુમલો, હિઝબુલ્લાહ અને ઈરાન વચ્ચે કડી સમાન કમાન્ડરો નિશાન પર.

નવી દિલ્‍હીઃ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) એ લેબનોનની રાજધાની બેરૂતમાં એક અત્યંત સચોટ ડ્રોન હુમલો કર્યો છે. લેબનીઝ મીડિયાના અહેવાલો અનુસાર, ડાઉનટાઉન બેરૂતની રમાડા હોટલના એક રૂમને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ટાર્ગેટેડ હુમલામાં ૩ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા ૬ લોકો ઘાયલ થયા છે.
આઈડીએફએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, "આઈડીએફએ બેરૂતમાં કાર્યરત આઈઆરજીસીની (ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) કુદ્સ ફોર્સની લેબનોન કોર્પ્સના મુખ્ય કમાન્ડરોને નિશાન બનાવીને સચોટ હુમલો કર્યો છે."
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે આ લેબનોન કોર્પ્સ લેબનીઝ હિઝબુલ્લાહ અને ઈરાનના આઈઆરજીસીના મુખ્ય નિર્ણય લેનારાઓ વચ્ચે એક મહત્વની કડી તરીકેની ભૂમિકા ભજવતી હતી.

(11:38 AM IST)