<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાંડરોએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને શોધીને ઠાર મારવાની ભીષણ કસમ ખાધી અને બદલો લેવાની જાહેરાત કરવા સાથે ભીષણ જંગની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી

ઈરાને તેના ભૂગર્ભ મિસાઈલ અડ્ડાઓના દરવાજા ખોલી દીધા છે અને હજારો વોરહેડ્સ ઈઝરાયેલ તરફ તાકી દેવામાં આવ્યા: આવતા ૨૪ કલાક આખા વિશ્વના અર્થતંત્ર અને શાંતિ માટે અત્યંત નિર્ણાયક અને જોખમી સાબિત થશે

​ઈરાનના સરકારી ટેલિવિઝન પર પ્રસારિત એક આકરા સંદેશમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડરોએ જાહેર કર્યું છે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા એ એક ઘોર અપરાધ છે જેનો હિસાબ ચૂકવવો પડશે. 

આ ઘટના બાદ ઈરાની સેનામાં બદલાની આગ ભભૂકી રહી છે અને તેમણે નેતન્યાહૂને તેમની જાન આપીને આનો દંડ ભરવો પડશે તેવી કડક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર પણ નેતન્યાહૂના મૃત્યુની અફવાઓ જોર પકડી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં તેમનું નિધન થયું છે. જોકે, ઈઝરાયેલ તરફથી આ અફવાઓનું સત્તાવાર ખંડન કરવામાં આવ્યું છે અને વાયરલ થયેલા વીડિયોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત હોવાનું જણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ આક્રમક નિવેદનોથી મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો અને તણાવ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે.

​દરમિયાન ઈરાનની શક્તિશાળી સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પોતાના અધિકૃત સંદેશમાં જણાવ્યું છે કે અયાતુલ્લા અલી ખામેનેઈનું અપમાન અને તેમની કથિત હત્યાનો બદલો લેવા માટે સમગ્ર ઈરાની સૈન્ય સજ્જ છે. કમાન્ડરોએ શપથ લીધા છે કે તેઓ નેતન્યાહૂને દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધી કાઢશે અને તેમની હત્યા કરીને જ દમ લેશે. આ જાહેરાત બાદ ઈરાની ટેલિવિઝન પર યુદ્ધના ગીતો અને સેનાની પરેડના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. 

વિશ્વભરના રક્ષણ નિષ્ણાતો માને છે કે ઈરાન હવે માત્ર ધમકીઓ આપી રહ્યું નથી પરંતુ મોટા પાયે આત્મઘાતી ડ્રોન હુમલા કરવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાને તેના ભૂગર્ભ મિસાઈલ અડ્ડાઓના દરવાજા ખોલી દીધા છે અને હજારો વોરહેડ્સ ઈઝરાયેલ તરફ તાકી દેવામાં આવ્યા છે. આવનારા ૨૪ કલાક આખા વિશ્વના અર્થતંત્ર અને શાંતિ માટે અત્યંત નિર્ણાયક અને જોખમી સાબિત થશે.

(12:39 PM IST)