<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

દેશમાં સર્જાયેલી ભીષણ ગેસ કટોકટી વચ્ચે ભારત સરકારે એલપીજી સિલિન્ડર માટે નવા કડક નિયમો જાહેર:પાઈપ્ડ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને સિલિન્ડર જમા કરાવવા આદેશ આપ્યો

જે ગ્રાહકોના ઘરે પહેલેથી જ પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન ઉપલબ્ધ છે, તેમણે તેમના ક્વોટાના એલપીજી સિલિન્ડર આગામી ૨૪ કલાકમાં સત્તાવાર ગેસ એજન્સીમાં પરત કરવાના રહેશે

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના પુરવઠામાં વિક્ષેપ અને સ્થાનિક સ્તરે વધતી માંગને કારણે ભારત સરકારે રાતોરાત રાંધણ ગેસના ઉપયોગ અંગે નવા નિયમો અમલી બનાવ્યા છે. નવા આદેશ અનુસાર, જે ગ્રાહકોના ઘરે પહેલેથી જ પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન ઉપલબ્ધ છે, તેમણે તેમના ક્વોટાના એલપીજી સિલિન્ડર આગામી ૨૪ કલાકમાં સત્તાવાર ગેસ એજન્સીમાં પરત કરવાના રહેશે. જો કોઈ ગ્રાહક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને નવા સિલિન્ડર રિફિલિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ સ્પષ્ટતા કરી છે કે ગેસની અછતને પહોંચી વળવા માટે આ કઠોર પગલું અનિવાર્ય બન્યું છે. આમ, હવે એક જ ઘરમાં બે પ્રકારના ગેસ કનેક્શન રાખવા ગેરકાયદેસર ગણાશે અને તંત્ર દ્વારા આ માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે જેથી જરૂરિયાતમંદોને ગેસ મળી રહે.

(12:45 PM IST)