<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

દક્ષિણ દિલ્હીના પ્રખ્યાત અંધેરિયા મોડ સ્થિત નેચર બજારમાં ભીષણ આગ ભભૂકી :અંદાજે ૫૦ દુકાનો બળીને રાખ થઈ જવાથી કરોડોનું નુકસાન થયું

રવિવારની વહેલી સવારનો સમય હોવાથી બજારમાં ગ્રાહકોની ભીડ ઓછી હતી, જેથી કોઈ જાનહાનિના સમાચાર નથી,

નવી દિલ્હી :દિલ્હીના અત્યંત વ્યસ્ત ગણાતા નેચર માર્કેટમાં રવિવારે સવારે જ્યારે બજાર ખુલવાની તૈયારીમાં હતું ત્યારે અચાનક શોર્ટ સર્કિટને કારણે ભયાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસની લાકડા તેમજ કાપડની અંદાજે પચાસ દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની દસથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, રવિવારની વહેલી સવારનો સમય હોવાથી બજારમાં ગ્રાહકોની ભીડ ઓછી હતી, જેથી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગરીબ વેપારીઓનો કિંમતી સામાન અને માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમે આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. વેપારી સંગઠનોએ સરકાર પાસે આ આર્થિક નુકસાન સામે તાત્કાલિક ધોરણે વળતરની માંગણી કરી છે.

(12:46 PM IST)