News of Sunday, 15th March 2026
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ૧૫મા દિવસે એર ઈન્ડિયાએ સુરક્ષાના કારણોસર દુબઈ અને અબુ ધાબીની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવાની સત્તાવાર જાહેરાત
એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ મુસાફરોને ટિકિટના પૂરા રિફંડ આપવાની અથવા અન્ય અનુકૂળ તારીખે મુસાફરી કરવાની સુવિધા આપી

મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા લશ્કરી તણાવ અને હવાઈ ક્ષેત્ર પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારતીય વિમાનન કંપની એર ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ દુબઈ અને અબુ ધાબી જતી અને ત્યાંથી ભારત આવતી તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. યુનાઈટેડ આરબ અમીરાત સહિતના પાડોશી દેશોમાં ઈરાની મિસાઈલ હુમલાના ખતરાને જોતા સાયરન વાગી રહ્યા છે, જેના કારણે પેસેન્જર વિમાનોની સુરક્ષા જોખમમાં મૂકાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ મુસાફરોને ટિકિટના પૂરા રિફંડ આપવાની અથવા અન્ય અનુકૂળ તારીખે મુસાફરી કરવાની સુવિધા આપી છે. આ યુદ્ધને કારણે સેંકડો ભારતીય પ્રવાસીઓ ખાડી દેશોના એરપોર્ટ પર ફસાઈ ગયા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. ભારતનું વિદેશ મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર માટે આંતરરાષ્ટ્રીય સત્તામંડળો સાથે સતત વાતચીત કરી રહ્યું છે
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
