News of Sunday, 15th March 2026
ઈરાને જોર્ડન, સંયુક્ત આરબ અમીરાત, ઈરાક, કુવૈત અને બહેરીન પર પ્રચંડ મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કરીને અમેરિકાના લશ્કરી બેઝને સીધા નિશાન બનાવતા મધ્ય પૂર્વમાં હાહાકાર મચી ગયો
ઈરાકની રાજધાની બગદાદમાં આવેલી અમેરિકી એમ્બેસી પર થયેલા એટેકમાં અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થઈ હોવાના અહેવાલો

મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રજ્વલિત થઈ છે કારણ કે ઈરાને એકસાથે પાંચથી વધુ દેશો પર હુમલો કર્યો છે. ઈરાને સત્તાવાર દાવો કર્યો છે કે તેણે ઈરાક અને કુવૈતમાં આવેલા અમેરિકાના વ્યૂહાત્મક સૈન્ય મથકોને નષ્ટ કરવા માટે અત્યાધુનિક ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. ઈરાકની રાજધાની બગદાદમાં આવેલી અમેરિકી એમ્બેસી પર થયેલા એટેકમાં અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને નાગરિકોને સુરક્ષિત બંકરોમાં ખસી જવા માટે એર રેઈડ સાયરન વગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં પણ ઈરાને હજારો મિસાઈલોનો મારો ચલાવીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલાઓ બાદ અમેરિકાએ પણ વળતો પ્રહાર કરવાની સંપૂર્ણ તૈયારી બતાવી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
