<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ઈઝરાયેલી સેનાએ ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા મુખ્ય સ્પેસ રિસર્ચ સેન્ટર અને ડિફેન્સ ફેક્ટરી પર ભીષણ હવાઈ હુમલો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાનો સત્તાવાર દાવો કર્યો

બંને દેશો વચ્ચેની આ લડાઈ હવે સીધા લશ્કરી મથકોને નિશાન બનાવીને અત્યંત વિનાશક અને ભયાનક વળાંક લઈ રહી છે

ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઈઝરાયેલની સંરક્ષણ પાંખ આઈડીએફએ ઈરાન પર પલટવાર કર્યો છે. ઈઝરાયેલી લડાયક વિમાનોએ તેહરાન સ્થિત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના સ્પેસ રિસર્ચ સેન્ટર અને સંરક્ષણ ઉત્પાદન ફેક્ટરી પર સચોટ નિશાન સાધ્યું હતું. આ હુમલાને કારણે ઈરાનની મિસાઈલ અને ડ્રોન બનાવવાની ક્ષમતાને મોટો ફટકો પડ્યો હોવાનું રક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે. ઈઝરાયેલના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની રક્ષા માટે કોઈ પણ હદે જઈ શકે છે અને ઈરાનની સૈન્ય તાકાતને ખતમ કરવાનું ઓપરેશન ચાલુ રાખશે. બીજી તરફ, ઈરાને પણ આ હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે પરંતુ નુકસાનના સાચા આંકડા છુપાવ્યા છે. આ હુમલા બાદ ઈરાનના આકાશમાં હજુ પણ ઈઝરાયેલી જાસૂસી ડ્રોન મંડરાઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેની આ લડાઈ હવે સીધા લશ્કરી મથકોને નિશાન બનાવીને અત્યંત વિનાશક અને ભયાનક વળાંક લઈ રહી છે

(1:41 PM IST)