<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમનો દીકરો યેર નેતન્યાહૂ છેલ્લા પાંચ દિવસથી સોશિયલ મીડિયા પર સક્રિય ન હોવાથી તેમના મૃત્યુની અફવાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે જોર પકડ્યું

રહસ્યમય ગેરહાજરીથી લોકોમાં ચિંતા: શું ખરેખર કોઈ મોટી અનહોની બની છે કે આ માત્ર મનોવૈજ્ઞાનિક યુદ્ધનો એક ભાગ છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ઈઝરાયેલ સરકારે જાહેર  કરેલ વીડિયોમાં નેતન્યાહૂ કામ કરતા દેખાય છે, પરંતુ ટેકનોલોજી નિષ્ણાતો આ વીડિયો ડીપફેક અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યાનું કહે છે: ઈરાન  આ અફવાઓને સત્ય સાબિત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર છેલ્લા કેટલાક દિવસોથી એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ અને તેમનો પુત્ર યેર નેતન્યાહૂ કોઈ ગુપ્ત મિસાઈલ હુમલામાં માર્યા ગયા છે. નેતન્યાહૂનો પુત્ર, જે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે, તે છેલ્લા પાંચ દિવસથી ગાયબ હોવાથી લોકોમાં શંકા જન્મી છે. જોકે, ઈઝરાયેલી સરકારે તાજેતરમાં એક વીડિયો જાહેર કર્યો છે જેમાં પીએમ કામ કરતા દેખાય છે, પરંતુ ટેકનોલોજી નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો ડીપફેક અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. ઈરાની મીડિયા આ અફવાઓને સત્ય સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ રહસ્યમય ગેરહાજરીને કારણે ઈઝરાયેલના સામાન્ય નાગરિકોમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શું ખરેખર કોઈ મોટી અનહોની બની છે કે આ માત્ર મનોવૈજ્ઞાનિક યુદ્ધનો એક ભાગ છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

(2:07 PM IST)