News of Sunday, 15th March 2026
ઈરાની મિસાઈલ હુમલાને પગલે જોર્ડન અને ઈરાકના બગદાદ સહિતના વિવિધ શહેરોમાં સતત એર રેઈડ સાયરન વાગતા નાગરિકોમાં નાસભાગ મચી ગઈ: એર ડિફેન્સ સિસ્ટમ્સે અનેક મિસાઈલો તોડી પાડી
પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈ પણ ક્ષણે આખા પ્રદેશમાં વ્યાપક યુદ્ધ ફાટી નીકળી શકે

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સીધા જંગમાં હવે પાડોશી દેશો પણ ખરાબ રીતે લપેટાઈ રહ્યા છે. જોર્ડન અને ઈરાકની સરહદો પરથી પસાર થતી ઈરાની બેલેસ્ટિક મિસાઈલોને રોકવા માટે જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમે અત્યંત સક્રિયતા દાખવી છે. રાજધાની અમ્માન સહિતના મોટા શહેરોમાં સાયરન વાગતા જ પ્રજામાં ફફડાટ ફેલાયો હતો અને લોકો ભૂગર્ભ આશ્રયસ્થાનોમાં આશરો લેવા મજબૂર બન્યા હતા.
ઈરાકના બગદાદમાં પણ અનેક મોટા ધડાકા સંભળાયા હોવાના અહેવાલ છે, જે મિસાઈલ ઈન્ટરસેપ્શન દરમિયાન થયા હોઈ શકે છે. આ તમામ દેશોએ તેમની એરસ્પેસ તમામ પ્રકારના નાગરિક ઉડ્ડયન માટે કાયમી ધોરણે બંધ કરી દીધી છે. અમેરિકી સૈન્ય આ દેશોની એરસ્પેસમાં ઘૂસી રહેલી મિસાઈલોને હવામાં જ નષ્ટ કરવામાં સક્રિયપણે મદદ કરી રહ્યું છે. પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈ પણ ક્ષણે આખા પ્રદેશમાં વ્યાપક યુદ્ધ ફાટી નીકળી શકે છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
