<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ઉત્તર વેસ્ટ બેંકના તમ્મૂનમાં ઇઝરાયેલી દળોનું પેલેસ્ટિનિયન પરિવારની કાર પર અંધાધૂંધ ગોળીબાર: માતા-પિતા અને બે માસૂમ બાળકો સહિત ૪ની અતિ ક્રૂર હત્યા

ઇઝરાયેલી હુમલાનો ભોગ બનેલા બની ઓદેહ પરિવારના બે બાળકોનો ચમત્કારિક બચાવ: ૫ અને ૭ વર્ષના માસૂમ ભાઈઓની અંતિમવિધિથી લોકોમાં ભારે આક્રોશ

ઉત્તર વેસ્ટ બેંક: અહીંના તમ્મૂન શહેરમાં ઇઝરાયેલી દળોએ એક પેલેસ્ટિનિયન પરિવારની કાર પર બેફામ ગોળીબાર કરતા એક જ પરિવારના ૪ સભ્યોના મોત નીપજ્યા છે. જેમાં પિતા, માતા અને ૫ તથા ૭ વર્ષના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. અન્ય બે બાળકો ઈજાગ્રસ્ત હાલતમાં બચી ગયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધુ એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. વિવિધ ડિજિટલ મીડિયા અને કુદ્સ ન્યૂઝ નેટવર્કના અહેવાલો અનુસાર, ઉત્તર વેસ્ટ બેંક (પશ્ચિમ કાંઠા) ના તમ્મૂન શહેરમાં વહેલી પરોઢે ઇઝરાયેલી દળો દ્વારા એક પેલેસ્ટિનિયન પરિવારની કાર પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ભયાનક હુમલામાં કારમાં બેઠેલા બની ઓદેહ પરિવારના મોટાભાગના સભ્યો માર્યા ગયા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર શાંતિપૂર્વક પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. અચાનક શહેરના પ્રવેશદ્વાર પાસે ઇઝરાયેલી સૈન્યના એક એકમે તેમના પર ગોળીઓ વરસાવી દીધી હતી. આ કરુણ ઘટનામાં પિતા અલી ખાલેદ બની ઓદેહ, માતા વાદ ઓસ્માન બની ઓદેહ અને તેમના બે નાના પુત્રો - ૫ વર્ષીય મોહમ્મદ અને ૭ વર્ષીય ઓસ્માનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સદનસીબે, પરિવારના અન્ય બે બાળકો, મુસ્તફા અને ખાલેદ, આ જીવલેણ હુમલામાંથી બચી ગયા હતા. તેઓ હાલમાં તેમની ઈજાઓ માટે તબીબી સારવાર લઈ રહ્યા છે. 

હુમલામાં બચી ગયેલા બાળકે આ ભયાનક ઘટના વર્ણવતા જણાવ્યું હતું કે તેઓ કારમાં હતા ત્યારે જ તેમના પર સીધો ગોળીબાર કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સમાચાર પ્લેટફોર્મ્સ પર ૫ વર્ષના માસૂમ મોહમ્મદના મૃતદેહને દફનવિધિ માટે લઈ જવાતો વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અને માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ અને શોકનું મોજું ફરી વળ્યું છે. *

 

(4:08 PM IST)