<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી: પ્રથમ રાઉન્ડના અંતે જરૂરી ૧૯૨૮થી વધુ મત મેળવી અમદાવાદના એ. એ. અન્સારી અને જે. જે. પટેલ વિજયી: વલસાડના પીડી પટેલ, રાજકોટના દિલીપ પટેલ અને જામનગરના મનોજ અનડકટની જીત નિશ્ચિત:જુઓ યાદી

પાંચ મહિલા અનામત બેઠકમાં રાજકોટના અમૃતા ભારદ્વાજ ત્રીજા ક્રમે વિજય ભણી આગેકુચ કરી રહ્યા છે: પ્રથમ ક્રમે વડોદરાના એન. એમ. ધોત્રે અને બીજા ક્રમે રાજપીપળાના વી. આઈ. ભટ્ટ વિજયકુચ કરી રહ્યા છે:૨૩ સભ્યોની ચૂંટણીની મતગણતરી હાલ ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં ચાલી રહી છે: પ્રથમ રાઉન્ડ એટલે કે "એકડા" (પ્રથમ પસંદગીના મત)ની ગણતરી પૂર્ણ: હવે એલિમિનેશન રાઉન્ડના પરિણામો પર સૌની મીટ

રાજકોટ: કોરોના કાળના કારણે આ છો વર્ષને બદલે આઠ વર્ષ બાદ યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી) ની ૨૩ સભ્યોની ચૂંટણીની મતગણતરી હાલ ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડ એટલે કે "એકડા" (પ્રથમ પસંદગીના મત) ની ગણતરી પૂર્ણ થતાં જરૂરી ૧૯૦૦થી વધુ મતનો ક્વોટા પ્રાપ્ત કરી અમદાવાદના બે ધારાશાસ્ત્રીઓ વિજયી બન્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાંથી રાજકોટના  દિલીપભાઈ પટેલ અને જામનગરના મનોજભાઈ અનડકટ અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે રહીને વિજય તરફ મક્કમ કદમ માંડી ચૂક્યા છે. ત્રીજા ક્રમે વલસાડના  પી ડી પટેલ વિજય કુચ કરી રહ્યા છે. હવે એલિમિનેશન રાઉન્ડના પરિણામો પર સૌની નજર મંડાયેલી છે.

તાજેતરમાં ગત ૬ માર્ચ ૨૦૨૬ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી. મીડિયા અને સત્તાવાર અહેવાલો મુજબ, રાજ્યભરના અંદાજે ૭૬,૦૦૦ જેટલા નોંધાયેલા વકીલ મતદારોમાંથી સરેરાશ ૫૨ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ૨૩ સભ્યોની આ પેનલ માટે કુલ ૯૯ ઉમેદવારો (જેમાં ૭૯ પુરુષ અને ૨૦ મહિલા ઉમેદવારો) મેદાનમાં હતા. હાલમાં ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતે સઘન સુરક્ષા વચ્ચે ચાલી રહેલી મતગણતરીમાં પ્રથમ રાઉન્ડનું પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

*ટોપ ૨૩ ઉમેદવારો અને તેમને મળેલા 'એકડા'ની વિગત:*

પ્રથમ રાઉન્ડની ગણતરીના અંતે ચૂંટણી લડી રહેલા કુલ ૯૯ ઉમેદવારોમાંથી પ્રથમ ૨૩ સ્થાને રહેલા ઉમેદવારો, તેમના શહેરો અને મેળવેલા મતોની વિગતવાર યાદી નીચે મુજબ છે:

પ્રથમ નંબરે અમદાવાદના અન્સારી એ. એ. (૨૩૯૮ એકડા), બીજા નંબરે અમદાવાદના પટેલ જે. જે. (૧૯૪૯ એકડા), ત્રીજા ક્રમે વલસાડના પટેલ પી. ડી. (૧૬૮૩ એકડા), ચોથા ક્રમે રાજકોટના પટેલ ડી. કે. (દિલીપભાઈ) (૧૬૨૭ એકડા), પાંચમા ક્રમે જામનગરના અનડકટ એમ. એમ. (મનોજભાઈ) (૧૫૮૯ એકડા), છઠ્ઠા ક્રમે અમદાવાદના વાઘેલા પી. એચ. (૧૪૮૭ એકડા), સાતમા ક્રમે અમદાવાદના વાઘેલા કે. બી. (૧૨૨૩ એકડા), આઠમા ક્રમે સુરતના રબારી બી. જી. (૧૧૪૦ એકડા), નવમા ક્રમે સુરતના પટેલ એચ. જે. (૧૦૪૯ એકડા), દસમા ક્રમે જૂનાગઢના કામદાર એમ. સી. (૧૦૦૬ એકડા), ૧૧મા ક્રમે અમદાવાદના કેલ્લા એ. સી. (૯૭૩ એકડા), ૧૨મા ક્રમે મહેસાણાના ત્રિવેદી કે. આર. (૯૬૨ એકડા), ૧૩મા ક્રમે ભુજના ગઢવી એમ. આર. (૯૬૧ એકડા), ૧૪મા ક્રમે ગાંધીનગરના ગોહિલ એસ. એસ. (૯૪૪ એકડા), ૧૫મા ક્રમે અમદાવાદના પટેલ જે. વી. (૯૩૩ એકડા), ૧૬મા ક્રમે સુરતના કણિયા ટી. બી. (૯૧૦ એકડા), ૧૭મા ક્રમે સુરતના નાકરાણી એચ. એમ. (૮૮૭ એકડા), ૧૮મા ક્રમે અમદાવાદના ભગત બી. વી. (૮૬૭ એકડા), ૧૯મા ક્રમે આણંદના પરમાર એમ. આર. (૮૪૧ એકડા), ૨૦મા ક્રમે પાલનપુરના ચૌધરી એમ. આર. (૭૭૬ એકડા), ૨૧મા ક્રમે ભાવનગરના ઝાલા એ. એચ. (૭૭૧ એકડા), ૨૨મા ક્રમે અમદાવાદના દવે ડી. કે. (૭૬૪ એકડા) અને ૨૩મા ક્રમે વડોદરાના પટેલ એન. ડી. (૭૪૫ એકડા) રહ્યા છે.

*ચૂંટણી અને મતગણતરીની પ્રક્રિયા:*

બાર કાઉન્સિલની ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (એસ.ટી.વી.) એટલે કે પસંદગીના ક્રમ આધારે થાય છે.

 * પસંદગીના મત: આ સિસ્ટમમાં મતદારોએ ઉમેદવારોને ૧, ૨, ૩ એમ પસંદગી આપવાની હોય છે.

 * વિજયી ક્વોટા: જીતવા માટે એક નિશ્ચિત ક્વોટા નક્કી કરાયો છે, જે આ વખતની ચૂંટણીમાં ૧૯૨૮.૫૯ (એટલે કે ૧૯૨૯) મતોનો છે.

 * પ્રથમ રાઉન્ડ: અત્યારે કાઉન્ટ નંબર-૧ (ફક્ત પ્રથમ પસંદગીના એટલે કે 'એકડા'ના મતો) ની ગણતરી પૂરી થઈ છે. આ રાઉન્ડમાં જે ઉમેદવારોએ ૧૯૨૯નો ક્વોટા પાર કર્યો છે (જેમ કે શ્રી અન્સારી અને શ્રી જે. જે. પટેલ), તેમને સીધા વિજેતા જાહેર કરાયા છે.

 * એલિમિનેશન રાઉન્ડ: હવે પછીના તબક્કામાં "એલિમિનેશન રાઉન્ડ" શરૂ થશે. તેમાં સૌથી ઓછા એકડા મેળવનાર ઉમેદવારને યાદીમાંથી બહાર કરી (એલિમિનેટ કરી) તેમના મતોમાંથી બીજી પસંદગી (બગડા) ના મતો અન્ય ઉમેદવારોમાં તેમના હિસ્સા મુજબ ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યા સુધી ૨૩ સીટો પૂરેપૂરી ભરાઈ ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહેશે.

ચૂંટણી જંગમાં ઉતરેલા કુલ ૯૯ ઉમેદવારોમાં ૨૦ મહિલા ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ પ્રથમ ૨૩ વિજયી ક્રમાંકમાં એક પણ મહિલા ઉમેદવાર સ્થાન બનાવી શક્યા નથી. જોકે પાંચ સીટો મહિલા અનામત માટે રાખવામાં આવી છે 

પ્રથમ રાઉન્ડના અંતે મહિલા ઉમેદવારમાંથી સૌથી વધુ મતો વડોદરાના એન. એમ. ધોત્રેને મળ્યા છે. તેઓ ૫૯૦ (૫૯૦૦૦ વેલ્યુ) મતો સાથે ૩૦મા ક્રમે છે. ત્યારબાદ બીજા ક્રમે રાજપીપળાના વી. આઈ. ભટ્ટ ૪૮૬ મતો સાથે ૩૫મા ક્રમે રહ્યા છે.

 

રાજકોટના મહિલા ઉમેદવાર અમૃતા ભારદ્વાજ (યાદીમાં એ. એ. ભારદ્વાજ તરીકે નોંધાયેલ) ને પ્રથમ પસંદગીના ૪૩૯ (૪૩૯૦૦ વેલ્યુ) મતો મળ્યા છે. તેઓ હાલમાં મેળવેલા મતોના આધારે યાદીમાં ૪૪મા ક્રમે ચાલી રહ્યા છે.

 

જોકે પાંચ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે એટલે આ પાંચ મહિલા અનામત બેઠકમાં રાજકોટના અમૃતા ભારદ્વાજ ત્રીજા ક્રમે વિજય ભણી આગેકુચ કરી રહ્યા છે: પ્રથમ ક્રમે વડોદરાના એન. એમ. ધોત્રે અને  બીજા ક્રમે રાજપીપળાના વી. આઈ. ભટ્ટ વિજયકુચ કરી રહ્યા છે

 

 

*ચૂંટણીમાં ઊભેલા તમામ ૯૯ ઉમેદવારોની યાદી (મેળવેલા મતોના ક્રમ મુજબ રનિંગમાં):*

 

૧. અન્સારી એ. એ. - અમદાવાદ, ૨. પટેલ જે. જે. - અમદાવાદ, ૩. પટેલ પી. ડી. - વલસાડ, ૪. પટેલ ડી. કે. - રાજકોટ, ૫. અનડકટ એમ. એમ. - જામનગર, ૬. વાઘેલા પી. એચ. - અમદાવાદ, ૭. વાઘેલા કે. બી. - અમદાવાદ, ૮. રબારી બી. જી. - સુરત, ૯. પટેલ એચ. જે. - સુરત, ૧૦. કામદાર એમ. સી. - જૂનાગઢ, ૧૧. કેલ્લા એ. સી. - અમદાવાદ, ૧૨. ત્રિવેદી કે. આર. - મહેસાણા, ૧૩. ગઢવી એમ. આર. - ભુજ, ૧૪. ગોહિલ એસ. એસ. - ગાંધીનગર, ૧૫. પટેલ જે. વી. - અમદાવાદ, ૧૬. કણિયા ટી. બી. - સુરત, ૧૭. નાકરાણી એચ. એમ. - સુરત, ૧૮. ભગત બી. વી. - અમદાવાદ, ૧૯. પરમાર એમ. આર. - આણંદ, ૨૦. ચૌધરી એમ. આર. - પાલનપુર, ૨૧. ઝાલા એ. એચ. - ભાવનગર, ૨૨. દવે ડી. કે. - અમદાવાદ, ૨૩. પટેલ એન. ડી. - વડોદરા, ૨૪. શેખ ઝેડ. એમ. - સુરત, ૨૫. બારોટ કે. એ. - નડિયાદ, ૨૬. મધુ એન. આર. - થરાદ, ૨૭. વ્યાસ આર. વી. - ગોધરા, ૨૮. પઠાણ એમ. એ. - અમદાવાદ, ૨૯. દેસાઈ જે. એમ. - વડોદરા, ૩૦. ધોત્રે એન. એમ. - વડોદરા, ૩૧. રાઠોડ આર. એ. - વડોદરા, ૩૨. ત્રિવેદી આર. આર. - કપડવંજ, ૩૩. કાદરી એન. જી. - સુરત, ૩૪. જાની પી. આર. - અમદાવાદ, ૩૫. ભટ્ટ વી. આઈ. - રાજપીપળા, ૩૬. જાની એચ. ટી. - ભાવનગર, ૩૭. ઠાકોર જે. પી. - અમદાવાદ, ૩૮. જાગાણી એ. એમ. - સુરત, ૩૯. ઠાકોર જે. એલ. - મહેસાણા, ૪૦. બ્રહ્મભટ્ટ એચ. ડી. - અમદાવાદ, ૪૧. પટેલ એમ. એન. - સાબરકાંઠા, ૪૨. പંડ્યા બી. ડી. - અમરેલી, ૪૩. દવે ડી. એ. - હિંમતનગર, ૪૪. ભારદ્વાજ એ. એ. - રાજકોટ, ૪૫. ભટ્ટ પી. એસ. - સુરેન્દ્રનગર, ૪૬. બચકાની વાય. એલ. - પાલનપુર, ૪૭. ભરવાડ એ. આર. - અમદાવાદ, ૪૮. નિનામા ડી. કે. - દાહોદ, ૪૯. ગાંધી એન. ટી. - અમદાવાદ, ૫૦. દુધરેજીયા પી. એચ. - આદિપુર, ૫૧. વ્હોરા આર. એ. - વડોદરા, ૫૨. પઠાણ વાય. એમ. - વડોદરા, ૫૩. પંચોટીયા જે. બી. - રાજકોટ, ૫૪. સાવલી એસ. એન. - વેરાવળ, ૫૫. ચાવડા એ. કે. - સુરેન્દ્રનગર, ૫૬. ડોડિયા એચ. એન. - અમદાવાદ, ૫૭. જ્હા એસ. એ. - અમદાવાદ, ૫૮. પટેલ સી. એચ. - રાજકોટ, ૫૯. સિપાઈ એ. બી. - ભરૂચ, ૬૦. પાનવાલા એચ. કે. - સુરત, ૬૧. જોશી પી. જે. - સુરત, ૬૨. કાંટિયા એન. કે. - બગસરા, ૬૩. મકવાણા આર. જી. - જૂનાગઢ, ૬૪. પરીખ એમ. બી. - અમદાવાદ, ૬૫. પટેલ બી. પી. - રાજકોટ, ૬૬. શેખ એ. કે. - અમદાવાદ, ૬૭. પટેલ કે. એસ. - અમદાવાદ, ૬૮. જોશી એ. એચ. - જામનગર, ૬૯. સુર્વે વી. બી. - સુરત, ૭૦. પરમાર એન. કે. - પંચમહાલ, ૭૧. પરમાર એસ. બી. - વડોદરા, ૭૨. ભટ્ટ વી. આર. - અમદાવાદ, ૭૩. પઠાણ ઝેડ. એસ. - અમદાવાદ, ૭૪. જોશી એસ. એમ. - અમદાવાદ, ૭૫. ભટ્ટ બી. બી. - કપડવંજ, ૭૬. ચૌહાણ ડી. આર. - અમદાવાદ, ૭૭. વાણિયા એ. કે. - અમદાવાદ, ૭૮. સૈયદ એ. એસ. - વડોદરા, ૭૯. ઉપાધ્યાય એસ. પી. - વડોદરા, ૮૦. પરમાર આર. એમ. - અમદાવાદ, ૮૧. ભાયાણી એમ. વી. - જામનગર, ૮૨. વેગડ ડી. પી. - બોટાદ, ૮૩. દવે એચ. જે. - અમદાવાદ, ૮૪. વ્યાસ જી. પી. - અમદાવાદ, ૮૫. સુરતી બી. એમ. - સુરત, ૮૬. પારેખ જે. એચ. - રાજકોટ, ૮૭. રાઉલ એચ. બી. - અમદાવાદ, ૮૮. પોપટ સી. ડી. - જામનગર, ૮૯. ચૌહાણ એસ. ડી. - અમદાવાદ, ૯૦. તપોધન આર. જી. - ગાંધીનગર, ૯૧. રાઠોડ બી. પી. - અમદાવાદ, ૯૨. પઢિયાર વી. સી. - વડોદરા, ૯૩. દાણી એ. એમ. - અંકલેશ્વર, ૯૪. દવે એમ. પી. - અમદાવાદ, ૯૫. ચૌહાણ એ. એમ. - અમદાવાદ, ૯૬. મકવાણા જી. એસ. - અમદાવાદ, ૯૭. ચોક્સી આર. એસ. - ગાંધીનગર, ૯૮. પંડ્યા એચ. એ. - અમદાવાદ, ૯૯. દોશી ડી. આર. - જામનગર.

 

મતગણતરીનો દોર ચાલુ છે અને અંતિમ પરિણામો આવતા હજુ થોડો સમય લાગશે તેમ જાણવા મળે છે.

(6:42 PM IST)