<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને તમિલનાડુમાં ડીએમકે સત્તામાં આવશે : અખિલેશ યાદવની મોટી ભવિષ્યવાણી

અખિલેવશ યાદવે કહ્યું કે ભાજપ આસામ અને કેરળ સહિત અન્ય સ્થળોએ હારશે અમને આશા છે કે ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પર નજર રાખશે અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરશે

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી તારીખોની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને જનતાને વિશ્વાસ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને તમિલનાડુમાં ડીએમકે સરકાર બનાવશે. તેમણે ઉમેર્યું કે ભાજપ આસામ અને કેરળ સહિત અન્ય સ્થળોએ હારશે. અમને આશા છે કે ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પર નજર રાખશે અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું કે બધા મતદારોને સલામત અને સુરક્ષિત વાતાવરણમાં મતદાન કરવાની તક મળશે.

(9:12 PM IST)