<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

હિમાચલના કુલ્લુના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થતાં "જલોરી પાસ" પાસે ૪૦ થી ૫૦ જેટલા પ્રવાસીઓ ફસાયા: હવામાન વિભાગે શિમલા અને કુલ્લુમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજની ઓરેન્જ એલર્ટ જાહેર કરી

અટલ ટનલ પાસે રસ્તા પરથી બરફ હટાવવા અને વાહનોને લપસતા અટકાવવા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) તથા અન્ય એજન્સીઓ મદદે માર્ગ પર માટી અને યુરિયા ખાતર નાખવામાં આવી રહ્યું છે જેથી બરફ જલ્દી ઓગાળી શકાય અને વાહનોને ટ્રેક્શન મળી રહે

મનાલી: હિમાચલ પ્રદેશના કુલ્લુના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થતાં "જલોરી પાસ" પાસે ૪૦ થી ૫૦ જેટલા પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ છે. બંજર પોલીસે અત્યાર સુધીમાં બે ડઝન જેટલા પ્રવાસીઓને સફળતાપૂર્વક બચાવી લીધા છે અને બાકીના લોકો માટે બચાવ કામગીરી ચાલુ છે. 

હવામાન વિભાગે આગામી દિવસો માટે શિમલા અને કુલ્લુમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજની ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી છે. 

વહીવટીતંત્ર લોકોને ધીરજ રાખવા અને સહકાર આપવા અપીલ કરી રહ્યું છે.

દરમિયાન હિમાચલ પ્રદેશના મનાલીના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) કેડી શર્મા પોતે  અટલ ટનલ પાસે ફસાયેલા હજારો લોકોના રેસ્ક્યુ ઓપરેશનની દેખરેખ રાખી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને દરેક પ્રવાસીને સુરક્ષિત રીતે મનાલી તરફ પરત મોકલવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. 

રસ્તા પરથી બરફ હટાવવા અને વાહનોને લપસતા અટકાવવા માટે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) તથા અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી છે. માર્ગ પર માટી અને યુરિયા ખાતર નાખવામાં આવી રહ્યું છે જેથી બરફ જલ્દી ઓગાળી શકાય અને વાહનોને ટ્રેક્શન મળી રહે.

મોડી રાત્રે પ્રવાસીઓને સુરક્ષિત મનાલી લાવવા યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલુ છે.

(12:18 AM IST)