<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ભારતનો પ્રથમ ઇચ્છામૃત્યુ કેસ: 13 વર્ષ સુધી મોત સામે લડનારા હરીશ રાણાએ દુનિયાને કીધું અલવિદા !

સુપ્રીમ કોર્ટે ગંભીર હાલતમાં રહેલા હરીશને આપી ‘પેસિવ યુથનેશિયા’ની મંજૂરી: ગાઝિયાબાદના ઘરેથી એમ્સ મોકલતી વખતે પરિવારના હૈયાફાટ રુદન: બ્રહ્માકુમારીઝ દીદીએ તિલક લગાવી હરીશને આપી અંતિમ ભાવુક વિદાય

નવી દિલ્હી :"સૌને માફ કરીને અને સૌની માફી માંગીને હવે જાવ..." આ શબ્દો છે ગાઝિયાબાદના હરીશ રાણાની અંતિમ વિદાયના. છેલ્લા 13 વર્ષથી પલંગ પર 'જીવતી લાશ' બનીને મરણતોલ પીડા ભોગવી રહેલા હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુની મંજૂરી આપી છે. ભારતના ઇતિહાસમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે, જ્યાં કાયદાકીય રીતે કોઈ દર્દીને પીડામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે

  સોશિયલ મીડિયા પર હરીશનો એક 22 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને કોઈ પણ કઠણ હૃદયનો માનવી પણ રડી પડે. હરીશનો પરિવાર બ્રહ્માકુમારી સમાજ સાથે જોડાયેલો છે. વીડિયોમાં બ્રહ્માકુમારીઝના લવલી દીદી હરીશના કપાળ પર તિલક લગાવી તેને વિદાય આપી રહ્યા છે. જ્યારે દીદીનો સ્પર્શ હરીશને થાય છે, ત્યારે તેની આંખોમાં એક વિચિત્ર ઈશારો અને હોઠોમાં ધ્રુજારી જોવા મળે છે, જાણે તે કશુંક કહેવા માંગતો હોય.

 

 

હરીશ રાણા એક તેજસ્વી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હતો, પરંતુ એક ભયાનક અકસ્માતે તેનું જીવન કાયમ માટે બદલી નાખ્યું. તે 'પર્મનન્ટ વેજિટેટિવ સ્ટેટ'માં  જતો રહ્યો હતો, જેમાં તે નહોતો બોલી શકતો કે નહોતો હલનચલન કરી શકતો. 13 વર્ષ સુધી તબીબી મશીનોના સહારે જીવ્યા બાદ, તેના પિતા અશોક રાણાએ ભારે હૈયે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

 

હરીશને ગાઝિયાબાદથી એમ્સ (AIIMS) લાવવામાં આવ્યો છે, જ્યાં તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. પિતા અશોકે રડતા અવાજે પરિવારના તમામ સભ્યોની માફી માંગી અને કહ્યું કે, "ન ઈચ્છવા છતાં મારે મારા પુત્ર માટે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે.

.

(12:34 AM IST)