<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

ચિંતા કરતાં યોગ્ય તક શોધવી : જો દરરોજ 1000 પોઈન્ટ ઘટતું રહે તો 25 દિવસમાં બજાર જ નહીં બચે: દિગજ્જ રોકાણકારની સલાહ

તેમણે કહ્યું કે, જ્યારે બજારમાં નેગેટિવ સમાચાર વધુ હોય, ત્યારે ઉતાવળમાં નિર્ણય લેવા નહીં: કિંમતોમાં ઉતાર-ચઢાવ એ રોકાણની દુનિયાનો સ્વાભાવિક ભાગ છે

નવી દિલ્હીઃ ગ્લોબલ તણાવ અને શેરબજારમાં તેજ ઉતાર-ચઢાવ વચ્ચે અનુભવી રોકાણકાર મધુસૂદન કેલાએ રોકાણકારોને ચિંતા કરવાની નહીં, પણ ધીરજ રાખવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, બજારમાં ઘટાડો હંમેશા માટે નથી રહેતો અને આવા સમયમાં જ સારા રોકાણના અવસર ઊભા થાય છે. મનીકંટ્રોલના Global Wealth Summitમાં વાત કરતાં તેમણે કહ્યું કે, જો બજાર દરરોજ 1000 પોઈન્ટ ઘટતું રહે, તો 25 દિવસમાં બજાર જ નહીં બચે. તેમનું માનવું છે કે, આવા સમયે ચિંતા કરતાં યોગ્ય તક શોધવી જોઈએ.

તાજેતરમાં વૈશ્વિક અને સ્થાનિક શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જિયોપોલિટિકલ તણાવ, એનર્જી ક્રાઈસિસ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. આવા સમયમાં MK Venturesના ફાઉન્ડર અને જાણીતા રોકાણકાર મધુસૂદન કેલાએ સ્પષ્ટ કહ્યું છે કે, બજારના ઘટાડાથી ડરવાની જરૂર નથી.

Global Wealth Summitમાં કેલાએ બજારના ઘટાડાને સમજાવવા માટે રસપ્રદ ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, જો બજાર દરરોજ 1000 પોઈન્ટ ઘટતું રહે, તો 25 દિવસમાં બજાર જ ખતમ થઈ જશે. એટલે કે, આટલો મોટો ઘટાડો સતત લાંબા સમય સુધી ચાલે એ શક્ય નથી.

ઘટાડામાં પણ અવસર- કેલાનું કહેવું છે કે, બજારમાં તણાવના સમયમાં પણ રોકાણના અવસર રહે છે. દરેક બજારમાં અવસર હોય છે, બસ રોકાણકારોએ ધીરજ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે બજારમાં નેગેટિવ સમાચાર વધુ હોય, ત્યારે ઉતાવળમાં નિર્ણય લેવા નહીં. આવા સમયે રોકાણકારોએ થોડો સમય રાહ જોવી જોઈએ અને જોવું જોઈએ કે, બજાર ખરાબ સમાચારને કેવી રીતે પચાવે છે. તેમના અનુસાર, કિંમતોમાં ઉતાર-ચઢાવ એ રોકાણની દુનિયાનો સ્વાભાવિક ભાગ છે. એટલે કે, રોકાણકારોએ એથી ડરવું નહીં, પણ સ્વીકારવું જોઈએ.

માત્ર કિંમત નહીં, રિસ્ક-રિવોર્ડ પણ જુઓ- મધુસૂદન કેલાએ કહ્યું કે, રોકાણ કરતી વખતે માત્ર શેરની કિંમત જોવી પૂરતી નથી. રોકાણકારોએ રિસ્ક-રિવોર્ડનું સંતુલન સમજવું જોઈએ. તેમણે સરળ ઉદાહરણ આપ્યું. તેમના અનુસાર, જો કોઈ રોકાણકાર 10 રૂપિયા લગાવે અને 20 રૂપિયા કમાવાની શક્યતા હોય, તો એ જ સાચો રોકાણનો અવસર બની શકે છે.

સાચું સેક્ટર પકડવું પણ જરૂરી- કેલાનું કહેવું છે કે માત્ર સારી કંપની પસંદ કરવી પૂરતી નથી. ઘણીવાર યોગ્ય સમયે યોગ્ય સેક્ટર પકડવું વધુ મહત્વપૂર્ણ હોય છે. તેમના અનુસાર, જો રોકાણકારો કોઈ સેક્ટરમાં તેજી શરૂ થાય ત્યારે એ ઓળખી લે, તો એવરેજ કંપની પણ સારું રિટર્ન આપી શકે છે. એટલે કે, ઈન્ડસ્ટ્રી સાયકલ સમજવું એ રોકાણનો મહત્વપૂર્ણ ભાગ છે. એનર્જી સિક્યુરિટી બની શકે છે મોટું થીમ- કેલાએ કહ્યું કે આવનારા સમયમાં ભારત માટે એનર્જી સિક્યોરિટી મોટું રોકાણ થીમ બની શકે છે. વૈશ્વિક સંઘર્ષ અને સપ્લાયમાં અવરોધને કારણે દેશોએ એનર્જી અંગે ચિંતાઓ વધી છે.

ઝુનઝુનવાલાથી મળેલી શીખ- કેલાએ દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને યાદ કરતાં કહ્યું કે, તેઓ આવા સમયમાં રોકાણકારોને શાંતિ રાખવાની સલાહ આપતા. તેમણે ઝુનઝુનવાલાની જાણીતી સલાહ પણ પુનરાવૃત્તિ કરી – "ખરીદતા પહેલા 20 વાર વિચારો અને વેચતા પહેલા 50 વાર વિચારો." એટલે કે, રોકાણમાં ધીરજ અને વિચારપૂર્વક લેવાયેલો નિર્ણય લાંબા સમય માટે ફાયદાકારક રહે છે.

રતની ગ્રોથ સ્ટોરી પર વિશ્વાસ- હાલમાં બજારમાં અનિશ્ચિતતા છે, પણ કેલા ભારતની લાંબા ગાળાની વૃદ્ધિ અંગે આશાવાદી છે. તેમનું કહેવું છે કે, ભારતની અર્થવ્યવસ્થા હાલમાં લગભગ 4 ટ્રિલિયન ડોલર છે અને આવનારા દાયકાઓમાં 25 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્ય છે. ઇતિહાસ પણ બતાવે છે કે, મોટા સંકટ પછી બજાર નવી તકો આપે છે. 2008નો વૈશ્વિક આર્થિક સંકટ હોય કે કોવિડ મહામારી, દરેક મુશ્કેલ સમયમાં રોકાણકારોને સારા અવસર મળ્યા છે. કેલાનું માનવું છે કે, જ્યારે બજારમાં સૌથી વધુ ડર હોય, ત્યારે જ સૌથી મોટા રોકાણના અવસર ઊભા થાય છે.

(10:30 PM IST)