News of Monday, 16th March 2026
ઓડિશામાં ભયંકર વાવાઝોડું: ૨ના મોતઃ ૨૦૦થી વધુ ઘર ધરાશાયી
NH 220 પર વૃક્ષો અને થાંભલા ઉખડયાઃ ૧૨ ગામોમાં જનજીવન સંપૂર્ણ ખોરવાયું : ઓડિશાના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે પવન અને કરાની આગાહીઃ વાવાઝોડામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારને ૪ લાખની સહાય

મયુરભંજ,તા.૧૬: ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રવિવારે ભારે તુફાન જોવા મળ્યું હતું. અચાનક ત્રાટકેલા ભયાનક વાવાઝોડાએ સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતમાં ૨૦૦ થી વધુ કાચા અને પાકા મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.
સ્થાનિક વહીવટીતંત્ર ના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે જિલ્લાના અંદાજે ૧ઓડિશા ના મયુરભંજ જિલ્લામાં રવિવારે ભારે તુફાન જોવા મળ્યું હતું. અચાનક ત્રાટકેલા ભયાનક વાવાઝોડાએ સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ કુદરતી આફતમાં ૨૦૦ થી વધુ કાચા અને પાકા મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.૨ ગામોમાં તેની માઠી અસર જોવા મળી છે. પવનની ગતિ તેજ હોવાને કારણે અનેક ઘટાદાર વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
આ દુર્ઘટનામાં નેશનલ હાઈવે NH 220 નજીક પી. નાઈક (૫૪) અને માલતી મહંતા (૪૫)ના કરૂણ મોત નિપજ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ૫ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે કેઓંઝર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૪૦ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને સરકારી નિયમો મુજબ પ્રત્યેક મૃતકના વારસદારોને ૪ લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છેઃ
ઓરેન્જ એલર્ટ મયુરભંજ જિલ્લામાં સોમવારે પણ વીજળીના કડાકા, કરા અને ભારે પવનની શક્યતાને જોતા એલર્ટ જાહેર કરાયું છે.
યલો એલર્ટ સુંદરગઢ, કેઓંઝર, બાલાસોર અને ભદ્રક જિલ્લાઓ માટે સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અન્ય જિલ્લાઓ રાયગડા, પુરી, ગંજમ અને ખુર્દા સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
