News of Monday, 16th March 2026
નેપાળમાં ફૂટયો મોંઘવારીનો બોંબઃ પેટ્રોલમાં રૂ.૩૧, ડિઝલમાં રૂ.૫૪, ગેસમાં રૂ.૨૯૬ વધ્યા
પ્રજાનો કચ્ચરઘાણ નીકળી જશે

કાઠમંડુ,તા.૧૬: મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર અનેક દેશો પર થઈ રહી છે. ખાસ કરીને ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાના અહેવાલો મળે છે. તેવામાં હવે નેપાળમાં પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારે થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ તેલનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિના કારણે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિગ વધારો થયો છે. ભાવ વધારાની વાત કરવામાં આવે તો, નેપાળ ઓઈલ નિગમે પેટ્રોલના ભાવમાં ૩૧ રૂપિયા, ડીઝલના ભાવમાં ૫૪ રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૯૬ રૂપિયાનો વધારો કર્યો છે. સ્વાભાવિક છે તે, ક્રુડ ઓઈલની અછતના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આની નેપાળના સામાન્ય લોકો પર સીધી અસર પડવાની છે.
ઇઝરાયલ અને અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયાં છે. હજી પણ એકબીજા દેશો પર મિસાઈલ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. અમેરિકા અને ઇઝરાયલ ખાસ કરીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. જ્યારે સામે ઈરાને પણ મધ્યપૂર્વના અનેક દેશો પર મિસાઈલ હુમલો કરીને યુદ્ધનો સ્વીકાર કર્યો છે. આ યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે. જેના કારણે અત્યારે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે. ભારત પણ તેમાં બાકાત નથી રહ્યું, હવે નેપાળમાં પણ આ વસ્તુમાં ભાવ વધારો થયેલો જોવી મળ્યો છે
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને પુરવઠામાં વિક્ષેપને પગલે, નેપાળ સરકારે પેટ્રોલ, ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવમાં અચાનક વધારો કર્યો છે. નેપાળમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૩૧, ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૫૪ અને LPG સિલિન્ડરના ભાવમાં રૂ.૨૯૬ નો વધારો કરવામાં આવ્યો છે. નેપાળ ઓઇલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા આ વધારા બાદ, નેપાળમાં પેટ્રોલ રૂ.૧૮૮ પ્રતિ લિટર, ડીઝલ રૂ.૧૯૬ પ્રતિ લિટર અને ગેસ સિલિન્ડર રૂ.૨,૧૨૬ માં ઉપલબ્ધ છે. પાકિસ્તાને પણ પેટ્રોલના ભાવમાં ?૫૫ નો વધારો કર્યો છે. પાકિસ્તાનમાં, પેટ્રોલ રૂ.૩૨૧.૧૭ પ્રતિ લિટર અને ડીઝલ રૂ.૩૩૫.૮૬ પ્રતિ લિટરમાં વેચાઈ રહ્યું છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
