<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

પતિ નથી જોઈતો પણ તેના સ્‍પર્મથી બાળક જોઈએ છે

મુંબઈની એક અજીબોગરીબ ઘટના સામે આવી : મહિલાએ તેના પતિ પર દુર્વ્‍યવહાર અને છોડી દેવાનો આરોપ લગાવ્‍યો

મુંબઈ,તા.૧૬: મુંબઈની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જે જાણીને તમારું મગજ પણ ચકરાઈ જશે. ૪૬ વર્ષીય મહિલા તેના પતિથી અલગ રહે છે અને તેને તેના પતિના સ્‍પર્મથી બાળક જોઈએ છે. જોકે પતિ આ બાબતે ઇનકાર કરે છે. હાલ આ આખો વિવાદ દિલ્‍હી હાઈકોર્ટમાં પહોંચ્‍યો છે. જ્‍યાં મહિલા તેના પતિ દ્વારા પોતાના માતા બનવાના અધિકારને છીનવવામાં આવતો હોવાની ગુહાર લગાવી રહી છે.

આ મામલો દક્ષિણ મુંબઈના એક દંપતી સાથે જોડાયેલો છે, જેમણે ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. ત્‍યારબાદ ૨૦૨૨માં બંનેએ ત્‍સ્‍જ્‍ પ્રક્રિયા હેઠળ પતિના સ્‍પર્મ અને પત્‍નીના ટેસ્‍ટિકલથી ૧૬ ગર્ભ તૈયાર કરી તેમને એક ફર્ટિલિટી ક્‍લિનિકમાં ફ્રીઝ કરાવી દીધા હતા. જોકે ૨૦૨૩માં બંનેના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને તેઓ અલગ રહેવા લાગ્‍યા. ત્‍યારબાદ આ ગર્ભના ઉપયોગને લઈને વિવાદ શરૂ થયો છે.

મહિલાએ પહેલા બોમ્‍બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ બાદમાં તેને પાછી ખેંચીને તે રાષ્ટ્રીય આસિસ્‍ટેડ રિપ્રોડક્‍ટિવ ટેકનોલોજી (ART) અને સરોગસી બોર્ડ પાસે પહોંચી હતી. બોર્ડે ફેબ્રુઆરી ૨૦૨૬માં તેની માગને ફગાવી દીધી હતી. આ પછી મહિલાએ હવે દિલ્‍હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે.

હિન્‍દુસ્‍તાન ટાઈમ્‍સના રિપોર્ટ મુજબ, મહિલાનું કહેવું છે કે તે તેના ફ્રીઝ્‍ડ એમ્‍બ્રિયોને એક ક્‍લિનિકથી બીજા ક્‍લિનિકમાં ટ્રાન્‍સફર કરાવીને ગર્ભ ધારણ કરવા માગે છે, પરંતુ આસિસ્‍ટેડ રિપ્રોડક્‍ટિવ ટેકનોલોજી (રેગ્‍યુલેશન) એક્‍ટ, ૨૦૨૧ હેઠળ ગર્ભના ઉપયોગ અથવા ટ્રાન્‍સફર માટે પતિ-પત્‍ની બંનેની સંમતિ જરૂરી હોય છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ જાણીજોઈને સંમતિ આપી રહ્યો નથી અને આ રીતે તે તેની માતા બનવાના અધિકારને રોકી રહ્યો છે.

પોતાની અરજીમાં મહિલાએ કહ્યું કે, તેની ઉંમર ૪૬ વર્ષ થઈ ચૂકી છે અને હવે તેની પાસે માતા બનવા માટે ખૂબ ઓછો સમય બચ્‍યો છે. તેણે અદાલતને કહ્યું કે જો જલદી નિર્ણય નહીં લેવાય તો તે પોતાના જ જેનેટિક મટીરિયલથી માતા બનવાની તક કાયમ માટે ગુમાવી શકે છે. મહિલાએ એ પણ જણાવ્‍યું કે ગર્ભધારણની આશામાં તેણે ફેબ્રુઆરી ૨૦૨૪માં એક મોટી ગર્ભાશય સર્જરી પણ કરાવી હતી, જેનો સંપૂર્ણ ખર્ચ તેણે પોતે ઉઠાવ્‍યો હતો.

અરજીમાં મહિલાએ તેના પતિ પર દુર્વ્‍યવહાર અને છોડી દેવાનો આરોપ લગાવ્‍યો છે. તેનું કહેવું છે કે પતિએ મારી ભાવનાઓને દુભાવવા માટે પોતાની સંમતિ રોકી રાખી છે, જ્‍યારે તેની વિરુદ્ધ વૈવાહિક અને ફોજદારી કેસ પહેલાથી જ ચાલી રહ્યા છે. મહિલાના મતે તેનો પતિ પહેલાથી જ તેના અગાઉના લગ્નથી એક બાળકનો પિતા છે, પરંતુ તેમ છતાં તે તેને માતા બનતા રોકી રહ્યો છે.

મહિલાનું કહેવું છે કે ART એક્‍ટના સેક્‍શન ૨૨ મુજબ લગ્ન દરમિયાન બનેલા ગર્ભના ઉપયોગ માટે પતિ-પત્‍ની બંનેની સંમતિ જરૂરી છે, પરંતુ કાયદામાં એ સ્‍પષ્ટ નથી કે જો લગ્ન સંપૂર્ણપણે તૂટી ગયા હોય અથવા પતિ પત્‍નીને છોડી ચૂક્‍યો હોય તો શું થશે. અરજીમાં કહેવામાં આવ્‍યું છે કે આ ‘કાનૂની ખાલીપો' એવી મહિલાઓ માટે મોટી સમસ્‍યા બની જાય છે, જેમના લગ્ન પૂરા થવાની અણી પર છે, પરંતુ કાનૂની રીતે છૂટાછેડા થયા નથી.

મહિલાએ અદાલતને જણાવ્‍યું કે તેની સામે બેવડી કાનૂની સમસ્‍યા છે. એક તરફ પતિની સંમતિ ન હોવાને કારણે તે એમ્‍બ્રિયોનો ઉપયોગ કરી શકતી નથી, બીજી તરફ મુસ્‍લિમ પર્સનલ લો હેઠળ IVF જેવી પ્રક્રિયા માત્ર કાયદેસરના લગ્ન દરમિયાન જ સ્‍વીકાર્ય છે. આવા સંજોગોમાં જો તે છૂટાછેડા લે તો પણ IVF કરાવીને બાળક પેદા કરવું શક્‍ય નથી.

મહિલાએ દિલ્‍હી હાઈકોર્ટ પાસે માગ કરી છે કે તેને પતિની સંમતિ વિના એમ્‍બ્રિયોને બીજા ક્‍લિનિકમાં ટ્રાન્‍સફર કરવાની અને તેમને પોતાના ગર્ભમાં પ્રત્‍યારોપિત કરાવવાની મંજૂરી આપવામાં આવે. આ સિવાય તેણે અદાલતને એ પણ કહ્યું છે કે ART એક્‍ટની કેટલીક કલમોની ડેફિનેશન બદલવામાં આવે અથવા રાષ્ટ્રીય ART બોર્ડને નિર્દેશ આપવામાં આવે કે તે આવા કેસો માટે કાયદામાં સુધારાની ભલામણ કરે. મહિલાએ અદાલત પાસે આ મામલે જલદી સુનાવણીની માગ કરી છે, કારણ કે તેની ઉંમર અને ઘટતી પ્રજનન ક્ષમતાને જોતા સમય અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્‍હી હાઈકોર્ટ આવનારા થોડા અઠવાડિયામાં આ અરજી પર સુનાવણી કરી શકે છે.

(9:55 AM IST)