News of Monday, 16th March 2026
એર ઇન્ડિયાના ૪૦૦૦ કર્મચારીઓએ મફત હવાઈ ટિકિટ બહારના લોકોને વેચી દીધીઃ હવે વસૂલાત
એર ઇન્ડિયામાં એક નવી છેતરપિંડી પ્રકાશમાં આવી : વર્ષે ફ્રીમાં મળતી ૧૪ હવાઇ ટિકિટ બહારનાને સગા બતાવી વેચી દીધી

નવી દિલ્હી તા.૧૬: એર ઇન્ડિયામાં એક નવી છેતરપિંડી પ્રકાશમાં આવી છે. સેંકડો કર્મચારીઓએ વાર્ષિક ૧૪ મફત હવાઈ ટિકિટો સગાં તરીકે રજૂ કરીને બહારના લોકોને વેચી દીધી. તપાસ બાદ, એર ઇન્ડિયા છેતરપિંડી કરનારા કર્મચારીઓ પર ભારે દંડ લાદશે અને તેમની પાસેથી પૈસા વસૂલ કરશે.
સૂત્રોએ જણાવ્યું છે કે એર ઇન્ડિયાના કર્મચારીઓને કર્મચારી લેઝર ટ્રાવેલ (ELT) નીતિ હેઠળ વાર્ષિક ૧૪ મફત હવાઈ ટિકિટો મળે છે. આ ટિકિટો પોતાના અને તેમના પરિવારો માટે છે. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે ૨૪ હજાર કર્મચારીઓમાંથી આશરે ચાર હજાર કર્મચારીઓએ તેમની મફત ટિકિટોનો ઉપયોગ તેમના પરિવારો માટે કરવાને બદલે બહારના લોકોને વેચી દીધી હતી.
એર ઇન્ડિયાના કર્મચારીઓએ દસ્તાવેજો ખોટા બનાવીને આ કૃત્ય કર્યું હતું, જે તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે. આ પછી, ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા આવા કર્મચારીઓને વસૂલાત નોટિસ જારી કરી રહી છે અને ભારે દંડ લાદી રહી છે.
વધુમાં, એર ઇન્ડિયાએ ભવિષ્યમાં છેતરપિડી અટકાવવા માટે તેની મફત ટિકિટ યોજના અંગેના નિયમોમાં પણ સુધારો કર્યો છે. નિયમો અનુસાર મફત ટિકિટનો ઉપયોગ પુરાવા સાથે અગાઉથી જાહેર કરવો જરૂરી છે
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
