<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

દુષ્‍યંત નારિયાલા નવા મુખ્‍ય સચિવ અને સંઘમિત્રા ઘોષ ગૃહ સચિવ નિયુક્‍ત

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, મુખ્‍ય સચિવ અને ગૃહ સચિવને પદ પરથી હટાવાયા

નવી દિલ્‍હી તા.૧૬: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત થતાની સાથે જ ભારતીય ચૂંટણી પંચ એક્‍શન મોડમાં આવ્‍યું છે. નિષ્‍પક્ષ ચૂંટણી સુનિヘતિ કરવા માટે પંચે રાજ્‍યના વહીવટી માળખામાં મોટા ફેરફારો કર્યા છે. ચૂંટણી પંચે નંદિની ચક્રવર્તીને મુખ્‍ય સચિવ પદ પરથી અને જગદીશ પ્રસાદ મીણા ને ગૃહ સચિવ પદ પરથી તાત્‍કાલિક અસરથી દૂર કર્યા છે.

ચૂંટણી પંચે પ્રશાસનિક વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટે નવા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે. ૧૯૯૩ બેચના અધિકારી દુષ્‍યંત નારિયાલા ને પશ્ચિમ બંગાળના નવા મુખ્‍ય સચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. તેની સાથે જ, ૧૯૯૭ બેચના અધિકારી સંઘમિત્રા ઘોષ ૧૯૯૭ ને ગૃહ અને પહાડી બાબતોના મુખ્‍ય સચિવ ની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ચૂંટણીને સુચારૂ રીતે પાર પાડવા માટે પંચે વિશાળ કાફલો તૈનાત કર્યો છે. જેમાં ૧.૫ મિલિયન મતદાન કર્મચારીઓ અને ૮.૫ લાખ સુરક્ષા કર્મચારીઓ  નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પારદર્શિતા માટે ૪૯,૦૦૦ માઇક્રો-ઓબ્‍ઝર્વર્સ  અને ૧,૪૪૪ નિરીક્ષકા ની નિમણૂક કરવામાં આવી છે.બંગાળની રણભૂમિમાં મુખ્‍ય મુકાબલો મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ  અને ભારતીય જનતા પાર્ટી વચ્‍ચે થવાની સંભાવના છે. મમતા બેનર્જી પોતાની સત્તા ટકાવી રાખવા મથશે, જ્‍યારે ભાજપ બંગાળના ગઢમાં ગાબડું પાડવા એડીચોટીનું જોર લગાવશે.

 

(10:21 AM IST)