<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

લગ્નની ના પાડી તો પ્રેમિકાને HIV પોઝિટિવ ઈન્‍જેક્‍શન મારી દીધું

હૈદરાબાદથી એક ભયાનક અને ચોંકાવનારી ઘટના સામે આવી : યુવતીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરીઃ જો સંક્રમણ થયું હશે તો તેની પુષ્ટી થવામાં લગભગ ૩ મહિનાનો સમય લાગી શકે છે

હૈદરાબાદ તા.૧૬: હૈદરાબાદથી એક ભયાનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્‍તારમાં ખળભળાટ મચાવી દીધો છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદના પોચારમ આઈટી કોરિડોર વિસ્‍તારમાં એક ૨૪ વર્ષીય યુવકે પોતાના સંબંધીની દીકરીએ લગ્ન કરવાનો ઈનકાર કરતા તેને HIV પોઝિટિવ લોહીથી ભરેલું ઈન્‍જેક્‍શન લગાવી દીધું.

ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાના રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્‍યું છે કે, ૨૪ વર્ષીય આરોપી એક આઈટી કંપનીમાં ટ્રાન્‍સપોર્ટ સુપરવાઈઝર તરીકે કામ કરે છે. આ ઘટના ૧૧ માર્ચની સાંજે લગભગ ૫ વાગ્‍યે હૈદરાબાદના પોચરમ આઈટી કોરિડોર વિસ્‍તારમાં આવેલા યુવતીના ફલેટમાં બની હતી. તે સમયે યુવતી ઘરે એકલી જ હતી. આ દરમિયાન આરોપી ત્‍યાં પહોંચ્‍યો હતો અને જ્‍યારે યુવતી તેની નજીક આવી ત્‍યારે તેણે અચાનક પોતાના ખિસ્‍સામાંથી એક ઈન્‍જેક્‍શન કાઢીને તેના હાથ પર લગાવી દીધું હતું.

પોલીસ અધિકારી બી. રાજુના જણાવ્‍યા અનુસાર, ઈન્‍જેક્‍શન લગાવ્‍યા બાદ આરોપીએ યુવતીને જણાવ્‍યું કે તેણે તેના HIV પોઝિટિવ બ્‍લડનું ઈન્‍જેક્‍શન તેને પણ લગાવી દીધું છે, આટલું કહીને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્‍યું કે, આરોપી અને યુવતી સંબંધી હતા અને ઘણા સમયથી બંને રિલેશનશિપમાં હતા. બંનેના પરિવારોએ શરૂઆતમાં લગ્ન માટે પરવાનગી આપી નહોતી. જોકે, યુવતીના પિતાને શંકા હતી કે તે યુવક પણ HIV પોઝિટવ હોઈ શકે છે, કારણ કે તેના માતા-પિતા બંને ણ્‍ત્‍સ્‍ પોઝિટવ હતા. તેથી યુવતીના પિતાએ લગ્ન નક્કી કરતા પહેલા તે યુવકને મેડિકલ ટેસ્‍ટ કરાવવા માટે કહ્યું હતું.

અધિકારીએ જણાવ્‍યું કે, જ્‍યારે ટેસ્‍ટના રિપોર્ટમાં એ નક્કી થઈ ગયું કે તે યુવક પણ HIV પોઝિટિવ છે, ત્‍યારે યુવતીના પરિવારે તેની સાથે લગ્ન નહીં કરાવવાનો નિર્ણય લીધો હતો. યુવતીના પરિવારના આ નિર્ણયથી યુવક લાલઘૂમ થઈ ગયો હતો, તે એક મેડિકલની દુકાને ગયો અને ત્‍યાથી એક સિરિજ ખરીદી અને તેમાં પોતાનું લોહી ભર્યું. ત્‍યારબાદ યુવતીના ઘરે જઈને તેને આ ઈન્‍જેક્‍શન લગાવી દીધું.

આ ઘટના બાદ યુવતે તરત જ પોતાના પરિવારને આ અંગે કંઈ કહ્યું નહીં. બીજા દિવસે તેની તબિયત બગડવા લાગી અને તેને ભારે તાવ આવતા ૧૩ માર્ચની સવારે પરિવારજનો તેને ડોક્‍ટર પાસે લઈ ગયા. તપાસ દરમિયાન ડોક્‍ટરે યુવતીના હાથ પર કાળા રંગના નિશાન જોયા અને આ વિશે પૂછ્‍યું. ત્‍યારે યુવતીએ પરિવારજનોને સમગ્ર ઘટના જણાવી.

ત્‍યારબાદ યુવતીના પરિવારે આ મામલે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે ગાંધી હોસ્‍પિટલમાં મોકલી છે. ડોક્‍ટરનું કહેવું છે કે, જો સંક્રમણ થયું હશે તો તેની પુષ્ટી થવામાં લગભગ ૩ મહિનાનો સમય લાગી શકે છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી જન્‍મથી જ ણ્‍ત્‍સ્‍ સંક્રમિત છે અને આ કારણે યુવતીના પરિવારે લગ્નનો ઈનકાર કર્યો હતો. આ વાતથી નારાજ થઈને તેણે આવું પગલું ભર્યું છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

(10:21 AM IST)