News of Monday, 16th March 2026
૧૦૦થી વધુ ફિલ્મો કરનારી અભિનેત્રીનું અવસાન
બોલીવુડમાં શોકની લહેરઃ મધુ મલ્હોત્રાનું ૭૨ વર્ષની વયે અવસાન

મુંબઈ તા.૧૬: ૧૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર પીઢ અભિનેત્રી મધુ મલ્હોત્રાનું ૭૨ વર્ષની વયે અવસાન થયું છે, તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, અહેવાલ ૧૩ની માર્ચે તેમનુંમૃત્યુ નીપજ્યું હતું, ૧૪ માર્ચે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મધુ મલ્હોત્રાએ ૧૯૮૦ થી ૧૯૯૦ દરમિયાન સત્તે પે સત્તા અને હીરો જેવી ઘણી હીટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જો કે તેમને ક્યારેય ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે ઓળખ મળી ન હતી. સપોર્ટીંગ રોલ્સ કરીને તેમણે લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન મેળવ્યું હતું. ફિલ્મ નિર્માતાઓ અને દર્શકો સોશિયલ મીડિયા પર મધુ મલ્હોત્રાએને શ્રદ્ધાંજાલિ આપી રહ્યા છે.
મધુ મલ્હોત્રાએ ૧૯૭૫માં રિલીઝ થયેલી રામસે બ્રધરની ફિલ્મ અંધેરાથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. ૧૯૭૯માં તેમણે શક્તિ સામંતની ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરમાં અમિતાભ બચ્ચનના પાત્ર, જયની બહેનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મબાદ તેઓ નિર્માતાઓ નજરમાં આવ્યા હતાં, આ ફિલ્મ બાદ તેમણે મુખ્ય પ્રવાહના સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું.
મધુ મલ્હોત્રાએ જેકી શ્રોફ અભિનીત ફિલ્મ હીરો માં અભિનય કર્યો હતો, તે ફિલ્મના ઈમોશનલ ગીત લંબી જુદાઈ માં અભિનય કર્યો હતો, જેને. આ ગીત મધુ મલ્હોત્રાની કારકિર્દીનો સૌથી યાદગાર ગીત રહ્યું.
અહેવાલ અનુસાર, મધુ મલ્હોત્રાએ તેની કારકિર્દી દરમિયાન ૧૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં શ્રદ્ધાંજલિ (૧૯૮૧), વિશ્વનાથ (૧૯૭૮), કર્જ'(૧૯૮૦) અને વિધાતા (૧૯૮૨) જેવી જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
