News of Monday, 16th March 2026
યુએઈમાં ૧૯ ભારતીયો સહિત ૩૫ લોકોની ધરપકડના આદેશ
યુએઈએ સોશિયલ મીડિયા પર ફેક સમાચાર ફેલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી

દુબઇ તા.૧૬: અમેરિકા અને ઈઝરાયેલે જ્યારથી ઈરાન સામે યુદ્ધ છેડ્યું છે ત્યારથી માત્ર અમેરિકા અને ઈઝરાયેલ જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો આ યુદ્ધનો પ્રકોપ ઝેલી રહ્યા છે. જેમાંનું એક છે યુએઈ. યુએઈમાં મોટી સંખ્યામાં ભારતીયો વસેલા છે. હવે ત્યાંથી એક એવા સમાચાર આવ્યા છે જે ભારતીયોની શાખ પર બટ્ટો લગાડે તેવું છે. યુએઈએ સોશિયલ મીડિયા પર ફેક સમાચાર ફેલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે જેમાં ૧૯ ભારતીયો સહિત ૩૫ લોકોની ધરપકડનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ એવો આરોપ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવા વીડિયો અને પોસ્ટ શેર કરાયા જેમાં ભ્રામક જાણકારી અપાઈ અથવા તો એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેક વીડિયો તૈયાર કર્યા. આવા ગંભીર આરોપસર યુએઈ પ્રશાસને કુલ ૩૫ લોકોની ધરપકડના આદેશ આપ્યા જેમાંથી ૧૯ ભારતીયો છે. અત્રે જણાવવાનું કે હાલ મીડિલ ઈસ્ટમાં ખુબ તણાવનો માહોલ છે.
અત્રે જણાવવાનું કે હાલ યુદ્ધના માહોલમાં સોશિયલ મીડિયા યૂઝર્સ પર જાણે ચોકીપહેરો છે. યુએઈના એટોર્ની જનરલ ડો. હમદ સૈફ અલ શમ્સે જણાવ્યું કે દેશમાં ડિજિટલ પ્લેટફોર્મ્સની કડક નિગરાણી થઈ રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો શેર કરતા હતા કે જનાથી દેશમાં ડર અને ભ્રમનો માહોલ ફેલાઈ શકે તેમ હતો. અધિકારીઓના જણાવ્યાં મુજબ અલગ અલગ આરોપ પ્રમાણે આ લોકોને ત્રણ અલગ અલગ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
