<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

પશ્ચિમના બંદરો પર ‘કન્‍ટેનર જામ': ૩૦,૦૦૦ થી વધુ અટવાયા : નિકાસકારો ચિંતિત નિકાસ અને પુરવઠા શૃંખલા પર ગંભીર અસર પડી

નવી દિલ્‍હી તા.૧૬: ભારત અને ઈરાન વચ્‍ચેના ખાસ કરાર હેઠળ તેલ અને ગેસ ટેન્‍કરોએ ભારત તરફ ફરી પરિવહન શરૂ કર્યું ત્‍યારથી બંદરો પર કન્‍ટેનર ભીડ વધી ગઈ છે. નિકાસકારો આ ટર્મિનલ્‍સ પર વધતી ભીડથી ચિંતિત છે. સપ્તાહના અંતે, બે ભારતીય ધ્‍વજવાળા LPG કેરિયર્સ, શિવાલિક અને નંદા દેવી, જે આશરે ૯૨,૭૧૨ મેટ્રિક ટન LPG લઈને આવ્‍યા હતા, હોર્મુઝ સ્‍ટ્રેટમાંથી પસાર થયા હતા અને સોમવાર અને મંગળવારે ભારતમાં પહોંચવાના છે.

માલવાહક ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, તેલ ટેન્‍કરો અને LPG જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમે અધિકારીઓને કન્‍ટેનરની અવરજવર સુનિヘતિ કરવા વિનંતી કરી રહ્યા છીએ.

તેમણે ઉમેર્યું કે ન્‍હાવા શેવા/જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) અને કંડલા પોર્ટ (દિડયાલ પોર્ટ ઓથોરિટી) જેવા બંદરો પર ભીડ એક સમસ્‍યા છે.

અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, સપ્‍લાય ચેઇનના વિવિધ સ્‍તરે ૩૦,૦૦૦ થી વધુ કન્‍ટેનર અટવાયેલા છે. ઓસ્‍લો સ્‍થિત શિપિગ ઇન્‍ટેલિજન્‍સ ફર્મ ઝેનેટાના જણાવ્‍યા અનુસાર, કંડલા પોર્ટ ૧૦૦ ટકા ભીડથી ભરેલું છે, અને ફર્મના પોર્ટ કન્‍જેશન ટ્રેકરે તેને ગંભીર તરીકે ચિホતિ કર્યું છે. બંદર પર સરેરાશ રાહ જોવાનો સમય હાલમાં ૨.૧ દિવસ છે.

(10:41 AM IST)