<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

હોર્મુઝના ‘ચક્રવ્‍યૂહ'માં ભારતની જીત : કોઈ લેતી-દેતી નહીં, માત્ર મિત્રતાના જોરે ઈરાને ખોલ્‍યા દરવાજા

અમેરિકાની શંકાઓ અને વૈશ્વિક નાકેબંધી વચ્‍ચે વિદેશ મંત્રી જયશંકરની મોટી સ્‍પષ્ટતા ભારત અને ઈરાન વચ્‍ચે કોઈ ‘સીક્રેટ ડીલ' નથી : પણ દરેક જહાજને સુરક્ષિત બહાર કાઢવા માટે પડદા પાછળ ચાલી રહી છે અત્‍યંત જટિલ રાજદ્વારી કવાયત

તેહરાન, તા.૧૬: પશ્‍ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધના તણાવ વચ્‍ચે વૈશ્વિક વેપાર માટે જીવનરેખા ગણાતી ‘હોર્મુઝ સ્‍ટ્રેટ' માં ભારત માટે આશાનું કિરણ દેખાયું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન સાથે સીધી અને અત્‍યંત સંવેદનશીલ મંત્રણા કરીને ભારતીય જહાજોના પસાર થવાનો માર્ગ મોકળો કર્યો છે. જયશંકરે સ્‍પષ્ટ કર્યું કે લશ્‍કરી દબાણ કરતાં શાંત રાજદ્વારી વાતચીત વધુ અસરકારક સાબિત થઈ છે. આ વ્‍યૂહાત્‍મક હસ્‍તક્ષેપને કારણે જ હોર્મુઝની કટોકટી હોવા છતાં ભારતની ઊર્જા સુરક્ષા જળવાઈ રહી છે અને ક્રૂડ ઓઈલ તથા ગેસના પુરવઠામાં આવતા મોટા અવરોધો દૂર થયા છે.

પશ્‍ચિમ એશિયામાં વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્‍થિતિ વચ્‍ચે વૈશ્વિક અર્થતંત્ર માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ ગણાતી હોર્મુઝમાં ભારતે પોતાની મુત્‍સદ્દીગીરીનો પરચો બતાવ્‍યો છે; વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન સાથે સીધી વાતચીત કરી ભારતીય ઉર્જા સુરક્ષાને જોખમમાં મૂકતા આ અવરોધને હળવો કરવામાં મોટી સફળતા મેળવી છે.

પશ્‍ચિમ એશિયાના અશાંત વાતાવરણમાં જ્‍યારે લશ્‍કરી દબાણ વધતું જતું હતું, ત્‍યારે ભારતે ‘શાંત રાજદ્વારી'નો માર્ગ પસંદ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરના એક ઇન્‍ટરવ્‍યુમાં ખુલાસો કર્યો હતો કે તેઓ ઈરાનના વિદેશ મંત્રી અબ્‍બાસ અરાઘચી સાથે સતત સંપર્કમાં છે. આ સીધી વાતચીતનું પરિણામ એ આવ્‍યું કે જ્‍યાં દુનિયાના અન્‍ય દેશોના જહાજો અટવાયેલા છે, ત્‍યાં ભારતીય ધ્‍વજ ધરાવતા ત્રણ મોટા જહાજો આ જોખમી વિસ્‍તારમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શકયા છે. જયશંકરના મતે, લશ્‍કરી કાર્યવાહી કરતા ટેબલ પરની વાતચીત વધુ અસરકારક સાબિત થઈ રહી છે, જે ભારતના વ્‍યૂહાત્‍મક સંબંધોની મજબૂતી દર્શાવે છે.

હોર્મુઝ સ્‍ટ્રેટમાંથી પસાર થવું ભારત માટે માત્ર વેપાર નહીં પણ ઉર્જા સુરક્ષાનો સવાલ છે. આ સફળ મંત્રણાના ભાગરૂપે ભારતના બે મોટા ન્‍ભ્‍ઞ્‍ ટેન્‍કરો, ‘શિવાલિક' અને ‘નંદા દેવી', આશરે ૯૨,૭૧૨ મેટ્રિક ટન ગેસ લઈને મુન્‍દ્રા અને કંડલા બંદર તરફ રવાના થઈ ચૂકયા છે. ત્રીજા જહાજને પણ મંજૂરી મળી ગઈ છે, જે દેશમાં ગેસ અને ઈંધણની અછત ન સર્જાય તે માટે ખૂબ જ રાહતના સમાચાર છે. જોકે, વિદેશ મંત્રીએ સ્‍પષ્ટ કર્યું છે કે આ કોઈ ‘ગિવ એન્‍ડ ટેક' (લેવડ-દેવડ) નો સોદો નથી, પરંતુ પરસ્‍પર સમજૂતી અને વિશ્વાસનું પરિણામ છે. ભારતની આ પહેલથી વિશ્વના અન્‍ય દેશો માટે પણ આ કટોકટીમાંથી બહાર આવવાનો એક નવો રસ્‍તો ખુલ્‍યો હોય તેમ જણાય છે. જોકે, આ સ્‍થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્‍ય થઈ નથી. જયશંકરે ચેતવણીભર્યા સૂરે જણાવ્‍યું હતું કે તમામ ભારતીય જહાજો માટે હજુ કાયમી મંજૂરી મળી નથી, પરંતુ પ્રક્રિયા ચાલુ છે. ઈરાન સાથેની આ ચાર વખતની ફોન પરની વાતચીતે સાબિત કર્યું છે કે વૈશ્વિક સંઘર્ષો વચ્‍ચે પણ ભારત પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે. આગામી દિવસોમાં જો આ મંત્રણાઓ વધુ સફળ રહેશે, તો માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સપ્‍લાય ચેઈન પર મંડરાતું જોખમ પણ ઓછું થઈ શકે છે. અત્‍યારે તો દિલ્‍હીથી તેહરાન સુધી ચાલતી આ ‘હોટલાઇન' ડિપ્‍લોમેસીએ ભારતને પશ્‍ચિમ એશિયાના પાવર પ્‍લેમાં એક મજબૂત મધ્‍યસ્‍થી તરીકે ઉભરી આપ્‍યું છે.

(2:34 PM IST)