<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ચાંદીમાં ૮૦૦૦-સોનામાં ૧૮૦૦ રૂા. તૂટયા

બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે મંદીનો દોર યથાવત : ભાવમાં સતત ઘટાડો : ચાંદીના ભાવ ઘટીને ર,પ૪,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૦,૭૦૦ રૂા. થયા

 

રાજકોટ, તા., ૧૬: બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે મંદીનો દોર યથાવત રહયો છે. ચાંદીમાં આજે વધુ ૮૦૦૦ રૂા. અને સોનામાં ૧૮૦૦ રૂપીયા તુટયા હતા.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે  સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ૮૦૦૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો હતો. શનિવારે ચાંદી (૧ કિલો)નો ભાવ ર,૬ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે ર,પ૪,૦૦૦ રૂા. થયા હતા. અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ બાદ ચાંદીના ભાવ ર,૯૮,૦૦૦ રૂા.એ પહોંચ્‍યા બાદ સતત ભાવ ઘટાડો થઇ રહયો છે.

ચાંદીની સાથે સોનાના ભાવો પણ ઘટી રહયા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૮૦૦ રૂા. ઘટયા હતા. શનિવારે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૬ર,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૬૦,૭૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૮,૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,રપ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૬,૦૭,૦૦૦ રૂા. થયા છે. સોનાના ભાવ ૧,૭૧,૦૦૦ રૂા.ની સપાટીએ પહોંચ્‍યા બાદ સતત ભાવ ઘટાડો થઇ રહયો છે. (૪.૧૫)

 

(2:47 PM IST)