<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સદીનું બીજું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ઓગસ્‍ટમાં થશે

જાણો તારીખ અને સમય

નવી દિલ્‍હીઃ વર્ષ ૨૦૨૬ અપેક્ષિત અવકાશી ઘટનાઓમાં સૂર્યગ્રહણને મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. હિન્‍દુ ધર્મમાં સૂર્યગ્રહણતેનું ધાર્મિક અને આધ્‍યાત્‍મિક મહત્‍વ હોવાનું વર્ણવવામાં આવ્‍યું છે અને તેથી આ સમય દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવાની પરંપરા છે. ગ્રહણ દરમિયાન પૂજા, ખોરાક અને દૈનિક પ્રવળત્તિઓ અંગે ખાસ સાવચેતી રાખવામાં આવે છે. તેથી લોકો જાણવા માટે ઉત્‍સુક છે કે વર્ષનું આગામી સૂર્યગ્રહણ કયારે થશે અને તેની અસરો ભારતમાં દેખાશે કે નહીં.

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ૧૭ ફેબ્રુઆરીના રોજ થયું હતું પરંતુ તે ભારતમાં દેખાતું નહોતું. હવે લોકોનું ધ્‍યાન વર્ષના બીજા સૂર્યગ્રહણ પર કેન્‍દ્રિત છે. આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્‍ટના રોજ થશે. હરિયાળી અમાવસ્‍યા પણ આ દિવસે આવે છે જે તેનું ધાર્મિક મહત્‍વ વધારે છે. આ ગ્રહણ રાત્રે૯.૦૪ વાગ્‍યે શરૂ થશે અને ૧૩ ઓગસ્‍ટના રોજ સવારે ૪.૨૫ વાગ્‍યે પુરુ થશે. આ સદીનું બીજું સૌથી લાંબું સૂર્યગ્રહણ છે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી અહીં સૂતક કાળ માન્‍ય રહેશે નહીં.

(4:22 PM IST)