તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 16th March 2026
મોંઘવારીનો ડામ : ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઉછળીને ૨.૧૩% પર પહોંચ્યો
સામાન્ય જનતાના ખિસ્સા પર વધશે ભાર : RBIના વ્યાજ દરોમાં ઘટાડાની આશા પર ફરી વળ્યું પાણી : WPIમાં નોંધપાત્ર વધારાથી બજારમાં ગરમાવો : ખાદ્ય ચીજો અને ધાતુઓના ભાવ વધતા જાન્યુઆરીના ૧.૮૧% સામે મોંઘવારીનો આંકડો વધ્યો

નવી દિલ્હી, તા.૧૬: દેશમાં મોંઘવારી ફરી એકવાર માથું ઊંચકી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. સરકારી આંકડાઓ મુજબ, જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં વધીને ૨.૧૩% પર પહોંચી ગયો છે, જે જાન્યુઆરીમાં માત્ર ૧.૮૧% હતો. આ ઉછાળા પાછળ મુખ્યત્વે ઉત્પાદિત વસ્તુઓ, મૂળભૂત ધાતુઓ અને બિન-ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો વધારો જવાબદાર છે. જોકે, ગળહિણીઓ માટે થોડા રાહતના સમાચાર એ છે કે શાકભાજીના ભાવમાં મહિના-દર-મહિનાના ધોરણે થોડી નરમાશ જોવા મળી છે, પરંતુ એકંદર મોંઘવારીનો ગ્રાફ ઉપર તરફ જઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.
ખાદ્ય ચીજવસ્તુઓના મોરચે સ્થિતિ થોડી જટિલ બની છે. જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો જે ૧.૫૫% હતો, તે ફેબ્રુઆરીમાં વધીને ૨.૧૯% પર પહોંચી ગયો છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, કઠોળ, બટાકા, ઈંડા અને માંસ જેવી રોજિંદી જરૂરી ચીજો મોંઘી થતાં સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું છે. બીજી તરફ, ઉત્પાદન ક્ષેત્રે પણ ફુગાવો વધ્યો છે, જે સૂચવે છે કે આગામી સમયમાં કાપડ અને ધાતુની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જોકે, ઈંધણ અને વીજળીના ક્ષેત્રમાં હજુ પણ નકારાત્મક ફુગાવો એટલે કે ઁડિફ્લેશનઁ ચાલુ રહેતા ઉદ્યોગોને થોડી રાહત મળી છે.
માત્ર જથ્થાબંધ જ નહીં, પરંતુ છૂટક ફુગાવો (CPI) પણ ફેબ્રુઆરીમાં વધીને ૩.૨્રુ થયો છે, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માટે પડકારજનક સ્થિતિ સર્જી શકે છે. સામાન્ય રીતે, RBI વ્યાજ દરો નક્કી કરવા માટે છૂટક ફુગાવાને મુખ્ય ગણે છે. ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી કાબૂમાં હોવાથી RBIએ વ્યાજ દરોમાં ૧.૨૫%નો મોટો ઘટાડો કર્યો હતો, પરંતુ હવે જો ફુગાવો આ રીતે જ વધતો રહેશે તો ભવિષ્યમાં લોનના હપ્તા (EMI) સસ્તા થવાની શકયતાઓ ઓછી થઈ શકે છે. ઉદ્યોગ જગત અને સામાન્ય ગ્રાહકો હવે માર્ચ મહિનાના આંકડાઓ પર નજર રાખી રહ્યા છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
