News of Monday, 16th March 2026
સત્તારુઢ DMK - સાથીઓને ૧૦૪ થી ૧૧૪ બેઠકોઃ NDAને ૧૧૪ થી ૧૨૭
ચૂંટણી જાહેર થતાં જ તમિલનાડુના ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઊડાવી

ચેન્નાઇ તા.૧૬: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે હવે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આવેલા પ્રથમ ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઓપિનિયન પોલમાં સત્તારુઢ પાર્ટીનું પત્તુ સાફ થતું નજર આવી રહ્યું છે. જ્યારે NDA ફરી એકવાર સત્તામાં વાપસી કરતી દેખાઈ રહી છે. મેટ્રાઈઝ-IANS દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે સત્તારુઢ DMK અને તેના સાથીઓને ૧૦૪ થી ૧૧૪ બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે AIADMK ના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહેલા NDA, જેમાં ભાજપ પણ સામેલ છે, તે આ ચૂંટણીમાં લગભગ ૧૧૪ થી ૧૨૭ બેઠકો પર જીત હાંસલ કરતી નજર આવી રહી છે. બીજી તરફ અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી TVK ૬ થી ૧૨ બેઠકો પર જીત હાંસલ કરતી નજર આવી રહી છે. આમ આ સર્વે પ્રમાણે હાલ સત્તામાં રહેલી પાર્ટીને કઠિન પડકારનો સામનો કરવો પડી શકે છે અને વિરોધી ગઠબંધન આગળ વધી રહ્યું છે.
જોકે આ આંકડા થોડા દિવસો પહેલા સુધી બનેલા રાજકીય સમીકરણોની સ્ટોરી પર પ્રકાશ પાડી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે તમિલનાડુમાં ૯ એપ્રિલે મતદાન થશે. તે પહેલાં રાજ્યનું રાજકારણ શું રંગ દેખાડે છે તે જોવું રસપ્રદ રહેશે. આજે જ સામે આવેલા એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં પોતાની સત્તા સ્થાપવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ વ્સ્ધ્ના વિજયને ગઠબંધનની ખુલ્લી ઓફર આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે વિજય સામે ડેપ્યુટી સીએમનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત ફઝખ્ તરફથી વિજયની ટીવીકેને ૮૦ બેઠકોની પણ ઓફર આપી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો વિજય પોતાની પાર્ટી સાથે એનડીએમાં જોડાય છે, તો રાજ્યના ચૂંટણી પરિણામો સંપૂર્ણપણે પલટી જશે. રાજનીતિના ખેલમાં નવા આવેલા વિજય માટે ભાજપ સાથે હાથ મિલાવવો મુશ્કેલ સ્થિતિ પેદા કરી શકે તેમ છે. વિજયના નજીકના સલાહકારોમાં પણ આ સંભવિત ગઠબંધનને લઈને ગંભીર ચિતાઓ સેવાઈ રહી છે. વિજય શરૂઆતથી જ ઝપ્ધ્ અને ખ્ત્ખ્ઝપ્ધ્ થી અલગ ત્રીજા પક્ષ તરીકે પોતાના રાજકીય પક્ષને આગળ વધારતા રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કોઈપણ પક્ષમાં જોડાવાથી તેમની રાજકીય છબી ખરડાય શકે છે. આમ, વિજય માટે આ સમયે ગઠબંધન કરવું કે એકલા હાથે લડવું, તે તેમના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
