<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

રમજાનમાં કરાચી બેહાલઃ ગેસની અછતથી જનતાની મુશ્‍કેલીઓ અનેક ગણી વધી

શહેરના ૭૦ ટકાથી વધુ વિસ્‍તારોમાં ગેસ સપ્‍લાય લગભગ ઠપ : ગેસ ન મળતા લોકો મજબૂરીમાં ૩૦૦૦થી ૪,૦૦૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડર જેટલું મોંઘું LPG ખરીદવા મજબૂર

કરાચીઃ રમજાનના પવિત્ર મહિનામાં પાકિસ્‍તાનનું કરાચી શહેર ગંભીર ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના ૭૦ ટકાથી વધુ વિસ્‍તારોમાં ગેસ સપ્‍લાય લગભગ ઠપ થઈ ગઈ છે, જેના કારણે રોજા રાખનારાઓને સેહરી અને ઇફતાર તૈયાર કરવામાં ભારે મુશ્‍કેલી પડી રહી છે. સ્‍થાનિક મિડિયા રિપોર્ટ્‍સ અને સોશિયલ મિડિયા પરની ફરિયાદોથી સ્‍થિતિની ગંભીરતા સ્‍પષ્ટ થાય છે.

સુઈ સધર્ન ગેસ કંપની (SSGC)ના નેટવર્કમાં ગેસ પ્રેશર એટલું ઓછું છે કે ઘણા વિસ્‍તારોમાં ૧૨થી ૧૫ કલાક સુધી અઘોષિત લોડશેડિગ થઈ રહ્યું છે. જ્‍યારે સરકારે માત્ર રાત્રે જ કાપ કરવાની વાત કરી હતી. ગેસ ન મળતા લોકો મજબૂરીમાં ૩૦૦૦થી ૪,૦૦૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડર જેટલું મોંઘું ન્‍ભ્‍ઞ્‍ ખરીદવા મજબૂર બન્‍યા છે.

કરાચીમાં સર્જાયેલું ગેસ સંકટ ઈરાન દ્વારા સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીને કારણે વધુ ગંભીર બન્‍યું છે, જેને કારણે LNG આયાત પર ભારે અસર પડી છે. છેલ્‍લાં બે અઠવાડિયાથી ચાલી રહેલા મધ્‍ય-પૂર્વ સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગ અવરોધિત થતાં પહેલાંથી જ દબાણ હેઠળ રહેલી શહેરની ગેસ વિતરણ વ્‍યવસ્‍થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે.

પરિસ્‍થિતિ બગડતા SSGCએ શાંતિથી નવો સપ્‍લાય સમયપત્રક અમલમાં મૂક્‍યો છે.

ઇફતાર પહેલાં: સાંજે ૩:૩૦થી ૭:૦૦ સુધી

પરંતુ આ સમયમાં પણ ગેસ પ્રેશર એટલું ઓછું રહે છે કે સામાન્‍ય રીતે રસોઈ બનાવવી લગભગ અશક્‍ય બની જાય છે.

ક્‍લિફટન, DHA, નોર્થ કરાચી, ફેડરલ ગ્‍ એરિયા, ગુલબર્ગ અને ઓરંગી ટાઉન જેવા ઘણા વિસ્‍તારોમાં ઘણા દિવસોથી ગેસ ખૂબ ઓછા પ્રેશરમાં આવી રહ્યો છે અથવા બિલકુલ નથી આવતો. લોકોનું કહેવું છે કે સપ્‍લાય માત્ર થોડી મિનિટો માટે આવે છે અને તેમાં પણ પ્રેશર એટલું ઓછું હોય છે કે ચૂલો સળગાવવો મુશ્‍કેલ બની જાય છે.

ગેસ સંકટ વચ્‍ચે LPGના વધેલા ભાવોએ ઘરના બજેટ પર ભારે અસર પાડી છે. પહેલેથી ચાલી રહેલી મોંઘવારી અને રમજાનના વધેલા ખર્ચ વચ્‍ચે ગેસની અછતથી જનતાની મુશ્‍કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. લોકો હવે ઇલેક્‍ટ્રિક સ્‍ટોવ અને અન્‍ય મોંઘા વિકલ્‍પો અપનાવવા મજબૂર બન્‍યા છે.

(3:01 PM IST)