<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

અભિનેતા આમિર ખાનની 'પાણી ફાઉન્ડેશન' સંસ્થાએ જળ સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કર્યું : દુષ્કાળની તીવ્રતા ઘટાડવામાં ખુબ સહયોગ આપ્યો: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અપીલ કરી કે ભવિષ્યમાં પણ આમિર ખાનની પાણી ફાઉન્ડેશન સાથે મળીને ‘પાણીદાર મહારાષ્ટ્ર’નો સંકલ્પ વધુ મજબૂત કરવામાં આવે.

મુંબઈ :મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બોલિવૂડ અભિનેતા આમિર ખાનની 'પાણી ફાઉન્ડેશન' સંસ્થાએ રાજ્યમાં જળ સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે અને દુષ્કાળની તીવ્રતા ઘટાડવામાં સરકારને મહત્વનો સહયોગ આપ્યો છે. તેમણે અપીલ કરી હતી કે ભવિષ્યમાં પણ આમિર ખાનની પાણી ફાઉન્ડેશન સાથે મળીને ‘પાણીદાર મહારાષ્ટ્ર’નો સંકલ્પ વધુ મજબૂત કરવામાં આવે.

 

મુંબઈના મંત્રાલય ખાતે આયોજિત એક બેઠકમાં મુખ્યમંત્રીએ આ વાત કહી હતી, જ્યાં પાણી ફાઉન્ડેશનના જળ સંરક્ષણ કાર્યોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાણી ફાઉન્ડેશનના સ્થાપક આમિર ખાન, કિરણ રાવ, CEO સત્યજીત ભટકળ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ વિકાસચંદ્ર રસ્તોગી, ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ એકનાથ ડવલે, નાનાજી દેશમુખ કૃષિ સંજીવની પ્રોજેક્ટના સંચાલક પરિમલ સિંહ, તેમજ અમિત ચંદ્રા અને વિલાસ શિંદે ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને વિભાગીય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા.

 

મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે હવામાન સંબંધિત ઘણી સંસ્થાઓએ આ વર્ષે 'અલ નીનો'ની અસરની આશંકા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં અંદાજે 80 ટકા વરસાદની ધારણા રાખીને જળ સંરક્ષણ કાર્યોનું આયોજન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે પાણી ફાઉન્ડેશનના પાછલા અનુભવોને જોતા આ વર્ષે પણ તેના માધ્યમથી ખેડૂતો અને ગ્રામજનોમાં 'જળ સાક્ષરતા' વધશે.

 

મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પાણી ફાઉન્ડેશનને જરૂરી તમામ સહયોગ પૂરો પાડે અને જળ સંરક્ષણના કામમાં મૃદા (જમીન) અને જળ સંરક્ષણ વિભાગને પણ સામેલ કરે. તેમણે વધુમાં જણાવ્યું કે કામની ગુણવત્તા જાળવી રાખવા માટે મોનિટરિંગ અને વેરિફિકેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવે, જેમાં કૃષિ સહાયકો અને ગ્રામીણ વિકાસ વિભાગના 'ઉમેદ' અભિયાનના કર્મચારીઓને જોડવામાં આવે

(11:06 PM IST)