News of Monday, 16th March 2026
ઉપજને બચાવવા માટે ખેડૂતોએ રીંછનો અવતાર ધરવો પડ્યો : એક ખેડૂતના દેશી જૂગાડના વીડિયો ભારે વાયરલ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ખેતરની ઉપજને વાંદરાઓથી બચાવવા માટે રીંછનો અવતાર ધારણ કરી લીધો

સોશિયલ મીડિયા પર દરરોજ દેશી જૂગાડના વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો લોકોનું મનોરંજન કરે છે, જ્યારે કેટલાક તેમના રોજિંદા જીવનમાં પણ ઉપયોગી થાય છે. હાલમાં ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેનાથી યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતમાં, એક ખેડૂતે પોતાના પોતાના ખેતરની ઉપજને વાંદરાઓથી બચાવવા માટે રીંછનો અવતાર ધારણ કરી લીધો હતો
સંભલ જિલ્લાના ફિરોઝપુર ગામના ખેડૂત ધરમબીરે મીડિયાને જણાવ્યું કે, વાંદરાઓ તેમના ખેતરોમાં ઘૂસીને ઘણી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. તેઓ બટાકા અને સ્ટ્રોબેરીના પાકને ખાય છે. તેમણે એમ પણ કહ્યું કે, ગામમાં 100 થી વધુ વાંદરાઓ છે, જે દરરોજ ખેતરના પાકને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાથી બચવા માટે, ખેડૂતો ખેતરોમાં જતા રીંછના કપડામાં સજ્જ થવાનું શરૂ કરી દીધું છે. જ્યારે તેઓ આ વેશમાં ખેતરોમાં જાય છે, ત્યારે વાંદરાઓ ભાગી જાય છે. ધરમબીરે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની પણ તંત્ર સમક્ષ માંગ કરી હતી
વાંદરાઓની સમસ્યા અંગે, વન વિભાગના અધિકારી મનોજ કુમારે કહ્યું કે, તેમને આ પદ્ધતિ વિશે માહિતી મળી છે, પરંતુ તે કાયમી ઉકેલ નથી. તેમનું માનવું છે કે, જો વાંદરાઓને એક વિસ્તારમાંથી ભગાડવામાં આવે તો તેઓ બીજા વિસ્તારમાં જશે. તેથી, વન વિભાગ વાંદરાઓને પકડીને જંગલમાં છોડી દેવાનો પ્રયાસ કરશે. સાથે જ આદેશ અનુસાર વધુ કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી, ઇન્ટરનેટ યુઝર્સ તેમની અનોખી પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "દેશી જુગાડ", બીજાએ લખ્યું "એઆઈનું ભારતીય સંસ્કરણ", અને અન્યએ લખ્યું કે, "પાક બચાવવાની કેવી અનોખી રીત." વધુમાં, ઘણા યુઝર્સે ઇમોજી દ્વારા તેમની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
