<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઇરાકનાં બગદાદમાં અમેરિકન એમ્‍બેસી પર ઈરાની ડ્રોન અને રોકેટથી ભયાનક હુમલોઃ અમેરિકાની સી-રેમ (C-RAM) એર ડિફેન્‍સ સિસ્‍ટમ્‍સ નિષ્‍ફળ ગઈ

ગ્રીન ઝોનમાં યુએસ દૂતાવાસની સેટેલાઇટ કોમ્‍યુનિકેશન સિસ્‍ટમ્‍સ નાશ પામીઃ સોશિયલ મીડિયા પર ધુમાડાના ગોટેગોટા ઉડતા વીડિયો વાયરલ થયા

બગદાદ,તા.૧૭: ઇરાકની આ રાજધાનીના હાઇ-સિક્‍યુરિટી 'ગ્રીન ઝોન'માં આવેલી યુએસ એમ્‍બેસી પર ઈરાની વન-વે એટેક (આત્‍મઘાતી) ડ્રોન અને રોકેટ વડે હુમલો કરવામાં આવ્‍યો છે. અમેરિકાની સી-રેમ  ડિફેન્‍સ સિસ્‍ટમ્‍સ આ હુમલાને રોકવામાં નિષ્‍ફળ રહેતા દૂતાવાસના હેલિપેડ અને કોમ્‍યુનિકેશન સિસ્‍ટમ્‍સ ને ભારે નુકસાન પહોંચ્‍યું છે.

મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્‍ચે એક મોટા અને ચિતાજનક સમાચાર સામે આવ્‍યા છે. ડિજિટલ મીડિયા અને વિવિધ સત્તાવાર ન્‍યૂઝ પોર્ટલ્‍સના રિપોર્ટ્‍સ અનુસાર, ઇરાકની રાજધાની બગદાદમાં સ્‍થિત અમેરિકાના સૌથી મોટા રાજદ્વારી મથકો પૈકીના એક, યુએસ એમ્‍બેસી પર ભયાનક હુમલો થયો છે. ઈરાન સમર્થિત સશષ જૂથો દ્વારા દૂતાવાસ કમ્‍પાઉન્‍ડને નિશાન બનાવીને આત્‍મઘાતી ડ્રોન અને રોકેટ છોડવામાં આવ્‍યા હતા.

પ્રાપ્ત અહેવાલો મુજબ, રાત્રિના સમયે દૂતાવાસ તરફ આવતા ઈરાની ડ્રોનને તોડી પાડવા માટે અમેરિકન સેનાની અત્‍યાધુનિક સી-રેમ (કાઉન્‍ટર-રોકેટ, આર્ટિલરી એન્‍ડ મોર્ટાર) એર ડિફેન્‍સ સિસ્‍ટમ્‍સ સક્રિય થઈ હતી. વીડિયોમાં પણ આ સિસ્‍ટમ્‍સ હવામાં ફાયરિગ કરતી જોવા મળે છે. પરંતુ સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા અનુસાર આ સિસ્‍ટમ્‍સ ડ્રોનને રોકવામાં નિષ્‍ફળ રહી હતી. પરિણામે એક ડ્રોન અને મિસાઈલ સીધા દૂતાવાસના સંકુલમાં ત્રાટક્‍યા હતા.

આ હુમલામાં દૂતાવાસના હેલિપેડ વિસ્‍તારમાં રોકેટ પડ્‍યું હતું, જેના કારણે રાજદ્વારી કર્મચારીઓ વચ્‍ચે ડેટાની આપ-લે માટે વપરાતી અત્‍યંત મહત્‍વપૂર્ણ 'સેટેલાઇટ કોમ્‍યુનિકેશન સિસ્‍ટમ્‍સ' સંપૂર્ણપણે નાશ પામી છે. હુમલા બાદ ગ્રીન ઝોનમાં વોર્નિગ સાયરનો વાગી ઉઠી હતી અને કમ્‍પાઉન્‍ડમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્‍યા હતા, જેના દ્રશ્‍યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ઇરાકી અને ઉર્દુ મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, તાજેતરમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ઈરાન સમર્થિત કતાઈબ હિઝબુલ્‍લાહના કમાન્‍ડરોના મોતનો બદલો લેવા માટે આ વળતો પ્રહાર કરવામાં આવ્‍યો છે.

અમેરિકી વિદેશ વિભાગે આ હુમલાની કડક નિદા કરી છે અને સુરક્ષાના કારણોસર પોતાના નાગરિકોને તાત્‍કાલિક ઇરાક છોડી દેવાની એડવાઈઝરી જારી કરી છે. સદ્‌નસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્‍થિતિ અત્‍યંત તંગ બની ગઈ છે. 

(10:16 AM IST)