હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'અમેરિકાના ચાર હયાત પૂર્વ રાષ્ટ્રપતિઓ દ્વારા ટ્રમ્પના ભરપેટ વખાણ કરાયા'ના દાવા પર વિવાદ: ક્લિન્ટન, બુશ, ઓબામા અને બાઈડેને ટ્રમ્પ સાથે આવી કોઈ પણ વાતચીતનો સ્પષ્ટ ઈનકાર કર્યો !
ઈરાન વિરુદ્ધના યુદ્ધ મુદ્દે અમેરિકાના ચારેય જીવિત પૂર્વ રાષ્ટ્રપતિઓએ મૌન તોડ્યું: ટ્રમ્પના દાવાને પાયાવિહોણો ગણાવ્યો: જૂઠાણાની ચરમસીમા

અમેરીકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે દાવો કર્યો હતો કે એક પૂર્વ પ્રેસિડેન્ટ તેમના ઈરાન પરના એક્શનની પ્રશંસા કરી છે, પરંતુ અત્યારે જીવિત અમેરિકાના ચારેય પૂર્વ પ્રમુખોએ આ વાતને નકારી કાઢી છે.
અમેરિકી રાજકારણમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સામે એવો દાવો કર્યો કે તેમણે તાજેતરમાં જ એક પૂર્વ રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે અને તેમણે ટ્રમ્પના ઈરાન સામેના કડક સૈન્ય એક્શનના વખાણ કરતા કહ્યું કે, "કાશ, મેં પણ તમારા જેવું જ કર્યું હોત." જોકે, આ નિવેદન બાદ અમેરિકાના ચારેય જીવિત પૂર્વ રાષ્ટ્રપતિઓ – બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ. બુશ, બરાક ઓબામા અને જો બાઈડેન ના કાર્યાલયોએ સીએનએન સાથેની વાતચીતમાં આ વાતનું ખંડન કર્યું છે.
ચારેય પૂર્વ રાષ્ટ્રપતિઓના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિઓ વચ્ચે ઈરાન મુદ્દે કે અન્ય કોઈ પણ વિષય પર કોઈ વાતચીત થઈ હોવાનો કોઈ રેકોર્ડ નથી. આ ઘટનાને કારણે ટ્રમ્પના દાવા સામે સવાલો ઊભા થયા છે.
વિપક્ષી નેતાઓ આને ટ્રમ્પની યુદ્ધના માહોલમાં જનતાનું સમર્થન મેળવવાની એક ચાલ ગણાવી રહ્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ટ્રમ્પ કયા પૂર્વ રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર પણ ટ્રમ્પની ટીકા થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
