News of Tuesday, 17th March 2026
જીએસટી-૩બીમાં ટેક્સ લાયબિલિટી બ્રેકઅપ ફરજિયાત કન્ફર્મ કરવું પડશે
વેપારીઓને જાણ કરવા જીએસટી પોર્ટલ પર માર્ગદર્શિકા જાહેર

નવી દિલ્હી,તા.૧૭: વેપારીઓ દ્વારા જીએસટીઆર-૧માં દર્શાવવામાં આવેલી વિગતોના આધારે જે પણ ટેક્સ ભરવાનો થાય છે તે ભરવા માટે તૈયાર હોય તો જીએસટી પોર્ટલ પર આપવામાં આવેલા બટન પર કન્ફર્મેશન આપવું પડશે. ત્યારબાદ જ જીએસટી-૩બી રિટર્ન ભરવા માટે વેપારી આગળ વધી શકશે.
જીએસટીઆર-૧માં વેપારીઓ દ્વારા ખરીદ વેચાણની વિગતો દર્શાવતા હોય છે. તેના આધારે જીએસટીઆર-૧એમાં કેટલા રૂપિયાનો ટેક્સ વેપારીએ ભરવાનો હોય તેની વિગતો આપવામાં આવતી હોય છે. ત્યારબાદ વેપારી જીએસટીઆર-૩બી રિટર્નમાં ટેક્સની રકમની ચુકવણી કરી દેતો હોય છે. જોકે કેટલીક વખત ટેક્સ ચોરી કરવા માટે વેપારી દ્વારા જીએસટીઆર-૧એના ડેટામાં સુધારો કરીને ગેરરીતિ આચરતો હોય છે. તેના લીધે સરકારે દર મહિને કરોડો રૂપિયાની આવત ગુમાવવાની સ્થિતિ સર્જાતી હોય છે. તેના નિરાકરણ માટે હાલમાં જીએસટી પોર્ટલ પર જીએસટી-૩બી ભરતા પહેલા જીએસટીઆર-૧માં વેપારીએ રજૂ કરેલી વિગતોના આધારે જે પણ ટેક્સ ભરવાનો હોય તેને કન્ફર્મ કરવાનું રહેશે. વેપારી દ્વારા તેને કન્ફર્મ કરવામાં આવ્યા બાદ જ ટેક્સ ભરવા માટેની પ્રક્રિયા પોર્ટલ પરથી કરી શકાશે. આ માટે વેપારીના મોબાઇલ નંબર પર ઓટીપી આવ્યા પછી જ આગળ વધી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તેની જાણકારી વેપારીઓને સરળતાથી મળી રહે તે માટે જીએસટી પોર્ટલ પર માર્ગદર્શિકા પણ રજૂ કરી દેવામાં આવી છે. આ કારણોસર વેપારીઓને જીએસટી-૩બી રિટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. કેટલાક વેપારીઓ જીએસટીઆર-૧ ભરીને જ્યારે ટેક્સ ભરવાનું આવે ત્યારે ટેક્સ ભરતા નથી એના કારણે બોગસ બીલિગના કૌભાંડો પણ થતાં હોવાનું બહાર આવતું હોય છે. આ કારણોસર પણ જીએસટી પોર્ટલ પર સુધારો કરવામાં આવ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ટેક્સ ભરવા માટે વેપારી તૈયાર હોવાનો પ્રતિભાવ આપવો પડશે
જીએસટી-૩બી રિટર્ન ભરતા પહેલા વેપારી દ્વારા ટેક્સ લાયબિલિટીનું બ્રેકઅપ એટલે કે જીએસટીઆર-૧માં જે ટેક્સ ભરવાનો છે તે ભરવા માટે તૈયાર છે તેનું કન્ફર્મેશન આપવું પડશે. જેથી વેપારી દ્વારા ટેક્સ ચોરી કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરવાનો પણ માર્ગ આના થકી મોકળો થઇ શકશે. -સીએ
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
