<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

સોલાંગ વેલી સહિતના વિસ્‍તારોમાં રાત આખી ભારે હિમવર્ષા : ૨ાા દિવસમાં દોઢ ફૂટ બરફ ખાબક્‍યો

હિમાચલ પ્રદેશ : અહિંના સોલાંગ વેલી સહિત હિમાચલના સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં રાત આખી ભારે સ્‍નોફોલ થયો હતો. છેલ્લા ૨ાા દિવસમાં એક અંદાજ મુજબ દોઢ ફૂટ કમોસમી હિમવર્ષા થઈ છે. વરસાદ સાથે બરફ વર્ષા થતી હોય બરફ તરત ધોવાઈ જાય છે. આમ છતા ચારેકોર સફેદ ચાદર જોવા મળે છે. સમગ્ર રોહતાંગ પાસ બરફથી ઢંકાઈ ગયો છે. ૧૫ મે પછી આ રસ્‍તો ખુલશે.

(11:39 AM IST)