News of Tuesday, 17th March 2026
લોકસભામાં આઠ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું સંસદમાં ફરી જામશે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જંગ
બજેટ સત્રના હંગામી માહોલ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ સસ્પેન્શન પાછું ખેંચવાની જાહેરાત કરતા વિપક્ષી છાવણીમાં ખુશીની લહેર

નવી દિલ્હી, તા.૧૭: લોકસભામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ગજગ્રાહ આખરે શાંત પડ્યો છે અને વિપક્ષી છાવણી માટે રાહતના સમાચાર આવ્યા છે. ૧૧ ફેબ્રુઆરીથી કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાના આરોપસર સસ્પેન્ડ થયેલા આઠ વિપક્ષી સાંસદો પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
સંસદના બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન ગળહમાં શૂન્યતા વર્તાતી હતી, પરંતુ હવે આ સાંસદોની વાપસીથી ગળહ ફરી જીવંત બનશે.
સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે લોકશાહીની ગરિમા જાળવી રાખવા માટે સહમતિ બની હતી.
આ સમગ્ર ઘટનાક્રમમાં કોંગ્રેસના નેતળત્વએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ગળહમાં અત્યંત મજબૂતીથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પીકરને અપીલ કરી હતી કે, સભ્યો લાંબા સમયથી ગળહની બહાર છે, જે સંસદીય પ્રક્રિયા માટે યોગ્ય નથી.
વિપક્ષનો દલીલ હતી કે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા સાંસદોને લાંબા સમય સુધી ગળહથી દૂર રાખવા એ લોકશાહીનું ગળું દબાવવા સમાન છે. આ દબાણ અને પક્ષો વચ્ચે થયેલા આંતરિક કરાર બાદ સ્પીકરે નમતું જોખ્યું અને સસ્પેન્શન રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી.
હવે જ્યારે બજેટ સત્રના મહત્વના બિલ પર ચર્ચા થવાની બાકી છે, ત્યારે આ આઠ સાંસદોની હાજરી ગળહમાં ગરમાવો લાવશે તે નક્કી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ નિર્ણય માત્ર સાંસદોની વાપસી નથી, પરંતુ આગામી દિવસોમાં ગળહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટેનો એક માર્ગ છે. જોકે, વિપક્ષ હજુ પણ અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે, એટલે જોવાનું એ રહેશે કે આ વાપસી બાદ ગળહમાં શાંતિ જળવાય છે કે પછી ફરીથી હોબાળો શરૂ થાય છે. આઠેય સાંસદો હવે પૂરા જોશ સાથે જનતાના અવાજને સંસદના ફ્લોર પર રજૂ કરી શકશે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
