તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
ગુજરાત કેડરના 18 અધિકારીઓને પાંચ રાજ્યોમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે મોટી જવાબદારી સોંપાઈ
આ અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે-તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, આચારસંહિતાનું પાલન અને પારદર્શી મતદાન થાય તે સુનિશ્ચિત કરશે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. લોકશાહીના આ મહાપર્વને નિષ્પક્ષ અને પારદર્શી રીતે સંપન્ન કરાવવા માટે પંચે કમર કસી છે. આ કવાયતના ભાગરૂપે ગુજરાત કેડરના 18 જેટલા સિનિયર IAS અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના 18 જેટલા પ્રભાવશાળી અને અનુભવી IAS અધિકારીઓની પાંચ રાજ્યોમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે વરણી કરવામાં આવી છે. આ અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે-તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, આચારસંહિતાનું પાલન અને પારદર્શી મતદાન થાય તે સુનિશ્ચિત કરશે. ચૂંટણી પંચના આ આદેશ બાદ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી સંબંધિત રાજ્યોમાં રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે.
એકસાથે 18 જેટલા ઉચ્ચ અધિકારીઓ ચૂંટણી ડ્યૂટીમાં જતા ગુજરાતના વહીવટી તંત્રમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. આ અધિકારીઓ જે વિભાગોમાં ફરજ બજાવી રહ્યા હતા, તેનો વધારાનો ચાર્જ અન્ય સક્ષમ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર યાદી બહાર પાડીને વહીવટી કામગીરી ખોરવાય નહીં તેની તકેદારી રાખવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
