તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
કાલથી નવરાત્રીનો પ્રારંભઃ ગુડી પડવો અને ઉગાડીનો સંગમ
ચૈત્ર શુક્લ પ્રતિપદાએ નવા વર્ષ સાથે આધ્યાત્મિક ઊર્જાનો આરંભઃ ૨૦ માર્ચે ચેટી ચંદની ઉજવણી

મુંબઇ તા.૧૮: ભારતીય સનાતન સંસ્કૃતિમાં ચૈત્ર માસની શરૂઆતને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે ૧૯ માર્ચે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, મહારાષ્ટ્રમાં ગુડી પાડવો અને દક્ષિણ ભારતમાં ઉગાડી તરીકે નવવર્ષની ઉજવણી થશે. સાથે જ સિધિ સમાજનો મુખ્ય તહેવાર ચેટી ચંદ ૨૦ માર્ચે ઉજવાશે. આ દુર્લભ સંયોગ સમગ્ર દેશમાં નવી આશા, સંકલ્પ અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપે છે.
ભારતની ધાર્મિક પરંપરામાં ચૈત્ર શુકલ પ્રતિપદાને અત્યંત મહત્ત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે. જ્યોતિષ ગોવિંદ મુદડાજીએ જણાવ્યું કે, પંચાંગ મુજબ આ દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. પૌરાણિક માન્યતા મુજબ આ જ દિવસે બાહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. તેથી આ તિથિને સર્જન અને નવા આરંભનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે ૧૯ માર્ચે અનેક ધાર્મિક પરંપરાઓ એક સાથે ઉજવાતી હોવાથી દેશભરમાં વિશેષ ધાર્મિક વાતાવરણ જોવા મળશે. ચૈત્ર નવરાત્રીના આરંભ સાથે સુરતના માતાજીના વિવિધ મંદિરોમાં માતા દુર્ગાની વિશેષ પૂજા, યજ્ઞ અને પાઠ શરૂ થશે. નવ દિવસ સુધી માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે, જેને આત્મશુદ્ધિ અને સકારાત્મક ઊર્જાનોસ્ત્રેત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ ઉપરાંત આ સમય વૈજ્ઞાનિક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે. ચૈત્ર માસ સાથે ઋતુ પરિવર્તન થાય છે અને પ્રકૃતિમાં નવી ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે. આ સમયમાં નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ઉપવાસ અને સાત્વિક આહાર શરીરને શુદ્ધ બનાવવામાં મદદરૂપ બને છે. આ રીતે ૧૯ અને ૨૦ માર્ચનો આ અવસર માત્ર ધાર્મિક તહેવારોની ઉજવણી નથી, પરંતુ સમગ્ર દેશમાં નવી આશા, આધ્યાત્મિક શક્તિ અને સંસ્કૃતિના એકતાનું પ્રતીક બની રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ૧૯ માર્ચે આ જ દિવસે ગુડી પાડવો તરીકે નવવર્ષનું સ્વાગત કરવામાં આવે છે. ઘરોની બહાર ગુડી મહારાષ્ટ્રમાં ૧૯ માર્ચે આ જ દિવસે ગુડી પાડવો તરીકે નવવર્ષનું સ્વાગત કરવામાં આવે છે. ઘરોની બહાર ગુડી છે, જ્યાં લોકો નવા વર્ષને સ્વાગત કરવા માટે વિશેષ ભોજન, પંચાંગ શ્રવણ અને ધાર્મિક વિધિઓ કરે છે.
સિંધિઓનો ચેટી ચંદ તહેવાર ૨૦ માર્ચે
સિંધિ સમાજનો મુખ્ય તહેવાર ચેટી ચંદ ૨૦ માર્ચે ઉજવાશે. આ દિવસ ભગવાન ઝુલેલાલની જયંતી તરીકે મનાવવામાં આવે છે. ભક્તો ભવ્ય શોભાયાત્રા, ભજન-કીર્તન અને બહેરાણા સાહેબની પ્રજા કરીને ભગવાન પ્રત્યે આસ્થા વ્યક્ત કરે છે.
સુરતમાં દક્ષિણ ભારતના લોકોની ઉગાડી કહેવાતા નવા વર્ષની ઉજવણી
દક્ષિણ ભારતીય સમાજ માટે ૧૯ માર્ચે ઉગાડીનું પર્વ નવા વર્ષની શરૂઆત સાથે માનવામાં આવે છે. સુરતમાં વસતા આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના લોકો મંદિરોમાં પુજન અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે. પરંપરાગત ઉગાડી પચડી બનાવવાની પરંપરા પણ નિભાવવામાં આવશે. જેની સાથે તેઓ પોતાના નવા વર્ષની ઉજવણી કરશે.
ગુડી પડવોઃ ઘરોની બહાર ગુડી સ્થાપિત કરીને પ્રાર્થના કરાશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
