મારો મુકાબલો ઘણા બુદ્ધિશાળી અને ઊંચા આઈકયુવાળા સાથેઃ ટ્રમ્પે ઇરાનની પ્રશંસા કરી
શતરંજમાં હું ઈરાનના ધુરંધરો સામે લડી રહ્યો છું : યુદ્ધ ટૂંક સમયમાં જ પુરું થઈ જશે, તે પછી દુનિનયા વધુ સુરક્ષિત બનશે અને તેમ કરવું તે મારૂ કર્તવ્ય છેઃ ટ્રમ્પ

નવી દિલ્હી, તા. ૧૭ઈરાન સામે ઇઝરાયલ- અમેરિકાના યુદ્ધનો આજે ૧૮મો દિવસ છે. યુદ્ધ દિવસે દિવસે ભીષણ થતું જાય છે. પરંતુ કોઈ પણ પક્ષ નમતું મુકવા તૈયાર નથી. તેની વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેઓએ એ એક યુદ્ધની તુલના શતરંજના ખેલ સાથે કરી હતી. અને કહ્યું હતું કે તેમનો મુકાબલો ઘણા જ બુદ્ધિશાળી અને ઘણી ઊંચી આઈકયુવાળા સાથે થઈ રહ્યો છે.
સોમવારે સાંજે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈરાનના એક કમાન્ડર જનરલ કાસીમ સુવેમાનીની પણ ખુલ્લા મને પ્રશંસા કરી હતી. તેઓએ સુલેમાનીને એક ઘણા સારા જનરલ કહ્યા. તે સર્વવિદિત છે કે જાન્યુ. ૨૦૨૦માં અમેરિકાએ ઇરાકમાં ડ્રોન હુમલો કરી સુલેમાનની હત્યા કરી હતી. આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે તે દિવસથી ઈરાનનું પતન શરુ થઈ ગયું હતું.
ઓફિસમાં તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક પત્રકારે પૂછયું કે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં પુરું થશે ? તેના જવાબમાં પ્રમુખે કહ્યું? હા તે ટૂંકસમયમાં જ પુરું થઈ જશે. તે પછી દુનિયા વધુ સુરક્ષિત બનશે. તેમ કરવું તે મારૂં કર્તવ્ય છે. આ સાથે ઈરાન યુદ્ધને શતરંજની રમત સાથે સરખાવતાં તેમણે કહ્યું કે, આ એક ખૂબ ઊંચા સ્તરની શતરંજ છે અને મારો મુકાબલો ઘણા બુદ્ધિમાન, સ્માર્ટ અને ઘણી ઊંચી આઈકયુ ધરાવતા લોકો સાથે વ્હાઈટ હાઉસ સ્થિત પોતાની ઓવલ થઈ રહ્યો છે. પરંતુ તેમાં કેટલાક દુષ્ટો પણ છે. કેટલાક સારા લોકો પણ છે. કેટલાક તો ઘણા ખાસ પણ છે, પરંતુ તેઓ હિસક થઈ જાય છે. પરંતુ તમે જાણો છો કે મેં જે કર્યું તે શ્રેયછું. કર્યું હોત તો આપણને ઘણું નુકશાન ન કર્યું થાત. દુનિયાને પણ ઘણું થણું નુકસાન થાત.
ઈરાનના જનરલ કાસીમ સુલેમાનીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ ઘણા બુદ્ધિમાન અને સારા જનરલ હતા. મને નથી લાગતું કે કોઈ તેમનું સ્થાન સાચા અર્થમાં લઈ શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
