News of Wednesday, 18th March 2026
ત્રીજું જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, ‘જગ લાડકી'
૮૧ હજાર મેટ્રિક ટન કાચું તેલ લઈ આવ્યું

મુન્દ્રા પોર્ટ પર જગ લાડકી જહાજ પહોંચ્યું છે. મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું : અગાઉ LPGના મોટા જથ્થા સાથે બે જહાજ આવી ચૂક્યા છે
નવી દિલ્હી,તા.૧૮ફ ગુજરાતના કાંઠેથી ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. ત્રીજુ જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું છે. મુન્દ્રા પોર્ટ પર જગ લાડકી જહાજ પહોંચ્યું છે. મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું છે. આ જહાજ ૮૧ હજાર મેટ્રિક ટન કાચું તેલ લઈને આવ્યું છે. અગાઉ LPGના મોટા જથ્થા સાથે બે જહાજ આવી ચૂક્યા છે.
ભારતીય તેલ ટેન્કર, જગ લાડકી જે શનિવારે UAEના ફુજૈરા બંદરેથી રવાના થયું હતું. નોંધનીય છે કે, તે જ દિવસે ત્યાં તેલ ટર્મિનલ પર હુમલો થયો હતો. જે આજે બુધવારે સવારે મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. આ જહાજ લગભગ ૮૧,૦૦૦ ટન મુર્બન ક્રૂડનું પરિવહન કરી રહ્યું છે, જે શ્ખ્ચ્માં ઉત્પાદિત ક્રૂડ તેલનો મુખ્ય ગ્રેડ છે.
આ પહેલા પહેલું શિવાલીક જહાજ મુન્દ્રા બંદરે આવ્યું હતું. બીજુ નંદાદેવી જહાજ વાડીનાર બંદરે આવ્યું હતું. ત્યારે હવે કાચા તેલના જથ્થા સાથે ત્રીજુ જહાજ આવી ગયું છે. 'શિવાલિક' પહેલાથી જ ૪૬,૦૦૦ ટન એલપીજી લઈને મુન્દ્રા પહોંચી ગયું હતું, જ્યારે 'નંદા દેવી' જહાજ ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું હતું. આ બધા જહાજો સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા પછી ભારત પહોંચ્યા છે.
પヘમિ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસના વધતા જોખમો વચ્ચે, ભારત માટે મહત્વપૂર્ણ ઉર્જા પુરવઠો લઈને ત્રણ ભારતીય ધ્વજવાળા ટેન્કર સુરક્ષિત રીતે પહોંચ્યા છે. ભારતીય ધ્વજવાળા ટેન્કર શિવાલિક સોમવારે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું. આ જહાજ કતારના રાસ લફાન બંદરથી આશરે ૪૬,૦૦૦ ટન એલપીજી સાથે નવ દિવસની સફર પૂર્ણ કરી. આ યાત્રા દરમિયાન, જહાજ સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું. તેવી જ રીતે, એક અન્ય ભારતીય ટેન્કર નંદા દેવી જે આશરે ૪૬,૦૦૦ ટન ન્ભ્ઞ્ લઈને વાડીનાર બંદરે પહોંચ્યું હતું.
નંદાદેવી નામનું જહાજને હોર્મુઝ પાર કરી ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું હતું. નંદા દેવી જહાજ ગેસનો જથ્થો લઈ ગુજરાતના કંડલા પોર્ટ પર જવાનું હતું પરંતુ આ જહાજને હાલ ગુજરાતના વાડીનાર બંદર ખાતે લાવવામાં આવ્યું હતું. ગઇકાલે વાડીનારથી અંદાજિત ૧૦ નોટિકલ માઇલ દૂર આ જહાજને અનલોડિગ કરવામાં આવ્યું હતું.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
