<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

રાજ્‍યસભામાં NDAનો આંકડો ૧૪૧ પર પહોંચ્‍યોઃ બહુમતી પણ સુનિશ્ચિત

રાજ્‍યસભાની કુલ સંખ્‍યા ૨૫૦ છે અને બહુમતીનો આંકડો ૧૨૬ બેઠકોનો છે. નવા આંકડાથી બાજી સરકારના હાથમાં આવી ગઈ : INDIA ગઠબંધનની તાકાત ૬૨ થી ઘટીને ૫૮ બેઠકો પર આવી ગઈઃ સીધી અસર આગામી ચોમાસું સત્રમાં જોવા મળી શકે છે, જ્‍યાં સરકાર માટે મહત્‍વના બિલો પસાર કરાવવાનું પહેલા કરતા ઘણું સરળ રહેશે

નવી દિલ્‍હી,તા.૧૮:રાજ્‍યસભાની ૩૭ બેઠકો માટે ૧૬ માર્ચે યોજાયેલી ચૂંટણીએ સંસદના ઉપલા ગૃહનું ચિત્ર બદલી નાખ્‍યું છે. આ ચૂંટણીઓ પછી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્‍સ) માત્ર નિર્ણાયક સરસાઈ જ નથી મેળવી, પરંતુ હવે ગૃહમાં તેની બહુમતી પણ સુનિヘતિ થઈ ગઈ છે, આ ચૂંટણી એક એવો વળાંક છે જે આગામી સંસદીય સત્રોમાં સત્તાધારી પક્ષને સ્‍પષ્ટ લીડ આપતો દેખાઈ રહ્યો છે.

૩૭ બેઠકોમાંથી ૧૧ બેઠકો પર મતદાન થયું હતું, જેમાં NDAએ ૯ બેઠકો પર જીત મેળવી છે. જ્‍યારે બાકીની ૨૬ બેઠકો પર બિનહરીફ ચૂંટણી થઈ હતી, જ્‍યાં NDAને ૧૩ બેઠકો મળી હતી. આ રીતે કુલ ૩૭માંથી ૨૨ બેઠકો ફઝખ્‍ના ખાતામાં ગઈ, જ્‍યારે વિપક્ષી પાર્ટીઓ ૧૫ બેઠકો પર સમેટાઈ ગઈ. ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજરમત થકી બિહાર અને ઓડિશામાં એક-એક વધારાની બેઠક મેળવી, જ્‍યારે હરિયાણામાં કાંટાની ટક્કર બાદ પણ એક બેઠક જીતીને સમીકરણ પોતાના પક્ષમાં કરી લીધું.

રાજ્‍યસભાની કુલ સંખ્‍યા ૨૫૦ છે અને બહુમતીનો આંકડો ૧૨૬ બેઠકોનો છે. હાલની સ્‍થિતિમાં NDA ગઠબંધન ૧૩૫ થી વધીને ૧૪૧ બેઠકો પર પહોંચી ગયું છે એટલે કે બહુમતીના આંકડાથી ઘણું આગળ. NDAમાં સૌથી મોટી તાકાત ભારતીય જનતા પાર્ટી છે, જેની પાસે એકલી ૧૦૬ બેઠકો છે. પરંતુ અસલી મજબૂતી સહયોગી પક્ષોના વ્‍યાપક ફેલાવા અને સારા પ્રદર્શનને કારણે આવે છે.

કયા પક્ષના કેટલા સભ્‍યો (NDA)

AIADMK ૫ બેઠકો, જનતા દળ (યુનાઈટેડ): ૪ બેઠકો, નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટી (NCP): ૪ બેઠકો, તેલુગુ દેશમ પાર્ટી (TDP): ૨ બેઠકો, શિવસેનાઃ ૨ બેઠકો, યુનાઈટેડ પીપલ્‍સ પાર્ટી લિબરલઃ ૨ બેઠકો, રાષ્ટ્રીય લોકદળ (RLD) ૧ બેઠક, જનતા દળ (સેક્‍યુલર): ૧ બેઠક, અસમ ગણ પરિષદઃ ૧ બેઠક, PMK: ૧ બેઠક, મિઝો નેશનલ ફ્રન્‍ટઃ ૧ બેઠક, નેશનલ પીપલ્‍સ પાર્ટીઃ ૧ બેઠક, રિપબ્‍લિકન પાર્ટી ઓફ ઈન્‍ડિયા (આઠવલે) ૧ બેઠક, રાષ્ટ્રીય લોક મોરચાઃ ૧ બેઠક, અપક્ષ (કાર્તિકેય શર્મા): ૧ બેઠક આ સિવાય ૭ નામાંકિત સભ્‍યો છે, જે કુલ સંખ્‍યાને વધુ મજબૂતી આપે છે.

વિપક્ષની શું છે સ્‍થિતિ?

બીજી તરફ INDIA ગઠબંધનની તાકાત ૬૨ થી ઘટીને ૫૮ બેઠકો પર આવી ગઈ છે. જો કે કોંગ્રેસ ૨૯ બેઠકો સાથે હજુ પણ વિપક્ષ બેસવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે વિરોધ પક્ષના નેતાનું પદ જળવાઈ રહેશે. અન્‍ય પક્ષોની સ્‍થિતિ પણ થોડી નબળી પડી છે, જે ૪૭ થી ઘટીને ૪૫ બેઠકો પર રહી ગઈ છે.

અત્‍યાર સુધી રાજ્‍યસભાને સરકાર માટે ‘કઠિન ગૃહ' માનવામાં આવતું હતું, જ્‍યાં વિપક્ષ ઘણીવાર બિલો અટકાવી દેતું હતું. પરંતુ નવા આંકડાથી બાજી સરકારના હાથમાં આવી ગઈ છે, હવે સરકાર પાસે માત્ર બહુમતી જ નથી, પરંતુ સહયોગી પક્ષો સાથે એક સ્‍થિર અને સુરક્ષિત સંખ્‍યાબળ પણ છે. તેની સીધી અસર આગામી ચોમાસું સત્રમાં જોવા મળી શકે છે, જ્‍યાં સરકાર માટે મહત્‍વના બિલો પસાર કરાવવાનું પહેલા કરતા ઘણું સરળ રહેશે.

(10:28 AM IST)