<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ભારે કરી! કોર્ટમાં જજ ચુકાદો સંભળાવી રહ્યા હતા ઉપરથી પંખો માથા પર પડયો

ઈન્‍દોર,તા.૧૮: ઈન્‍દોર જિલ્‍લા અદાલતના કોર્ટ રૂમમાં સોમવારે એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્‍યારે એક ચાલુ સીલિગ ફેન અચાનક પોતાની જગ્‍યાએથી ઉખડીને નીચે પડી ગયો. આ પંખો સીધા પોતાની ખુરશી પર બેસીને સુનાવણી કરી રહેલા મહિલા એડિશનલ સેશન જજના માથા પર પડ્‍યો.

પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, કોર્ટની કાર્યવાહી સામાન્‍ય રીતે ચાલી રહી હતી, ત્‍યારે એક જોરદાર અવાજ થયો અને ભારેભરખમ પંખો જજની સીટ પર પડ્‍યો. આ દુર્ઘટનામાં મહિલા જજને માથા અને ખભા પર ઈજા થઈ. તેમને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને હાલમાં તેમની હાલત ખતરામાંથી બહાર હોવાનું કહેવાય છે.

દુર્ઘટનાના સમાચાર મળતા મોટી સંખ્‍યામાં વકીલ અને કર્મચારીઓ ઘટનાસ્‍થળ પર એકઠા થઈ ગયા હતા. જિલ્‍લા કોર્ટના અભિભાષક સંઘના અધ્‍યક્ષ એલ.એલ. યાદવ અને વકીલ વિનોદ દ્વિવેદીએ બિલ્‍ડિંગની જર્જર હાલત પર વાંધો ઉઠાવ્‍યો.

વકીલોનો આરોપ છે કે કેટલાક કોર્ટ રૂમની વીજળી ફિટિગ અને વાયરિગ વર્ષો જૂની છે. છતમાં લીકેજ અને માળખા નબળા થવાની ફરિયાદો લાંબા સમયથી થઈ રહી છે. રિપેરિગના નામ પર માત્ર વાતો થાય છે.

વકીલોનું કહેવું છે કે પ્રશાસન અને સંબંધિત વિભાગ નવી કોર્ટ બિલ્‍ડિંગના નિર્માણ કાર્યમાં જાણીજોઈને મોડું કરી રહ્યા છે. વકીલોએ ચેતવણી આપી છે કે જો ઝડપથી વીજળી ઉપકરણો અને ભવનનું રિપેરિગનું કામ ન થયું તો ભવિષ્‍યમાં કોઈ વકીલ, પક્ષકાર અથવા કર્મચારીનો જીવ જઈ શકે છે

(10:31 AM IST)